આપણા દેશમાં વેડિંગ સીઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી ધમાલ જોવા મળી રહી છે. અહીં દરરોજ વિવિધ પ્રકારના વીડિયો જોવા મળી રહ્યા છે. આ જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જ્યાં એક વર પોતાના લગ્ન દરમિયાન ફોન પર કંઈક કરી રહ્યો છે, જેને જોઈને તમે કહેશો- ભાઈ, લગ્ન રહેવા દો.
આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ લગ્નના મંડપમાં, જ્યાં વરરાજાની નજર મહેમાનોની વચ્ચે દુલ્હન પર હોય છે, ત્યાં દુલ્હનની નજર વર પર હોય છે. જો કે, કેટલીકવાર કપલ કંઈક ઊંધું કરે છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. સામે આવેલો આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વરરાજા હાથમાં ફોન લઈને કંઈક એવું કરી રહ્યો છે, જેને જોઈને બધા દંગ રહી જાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે વર મસ્ત તૈયાર થઇને બેઠો છે અને તેની આંખો સંપૂર્ણપણે ફોન પર છે. સામાન્ય રીતે, આવા સમયે જ્યારે લોકો તેમના ભવિષ્ય અને જીવનસાથી વિશે વિચારતા હોય, ત્યારે આ વર તેના ટ્રેડિંગ ડેશબોર્ડ પર ધ્યાન આપી રહ્યો છે.
આ સમય દરમિયાન તે ફોનની સ્ક્રીનને ઝૂમ કરતો જોવા મળે છે અને આ જોઈને સ્પષ્ટ થાય છે કે તેની નજર શેરબજારના ઉતાર-ચઢાવ પર ટકેલી છે. આ સીનને કોઈએ ગુપ્ત રીતે પોતાના કેમેરામાં શૂટ કરી લીધો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @tradingleo.in નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને 1 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘શું થઈ રહ્યું છે તે માત્ર એક અસલી ટ્રેડર જ સમજી શકે છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘લાગે છે કે ભાઈ જૂતાની ચોરીનો ખર્ચો નીકળી રહ્યો છે.’
View this post on Instagram