‘હું મારી પત્નીને દગો નહિ આપું….’ લગ્નના પ્રપોઝલ પર પુરુષોના જવાબ સાંભળી તમારી હસી પણ નહિ થાય કંટ્રોલ

ઇન્ફ્લુએન્સર વાયરલ થવા માટે અલગ અલગ કેન્ટેન્ટ બનાવના પ્રયાસ કરતા રહે છે. આવામાં તેઓ તેમના ફોલવર્સના મનોરંજન માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ઉપરાંત તેમનું ધ્યાન કોઈક રીતે લોકોથી રસપ્રદ કામ કરાવા પર હોઈ છે. જેથી તેમનો વીડિયો હિટ થઇ શકે. ઇન્સ્ટાગ્રામ પર પ્રણય જોશીની આવી જ એક રીલ વાયરલ થઇ રહી છે.

જેમાં એક યુવક પરણિત લોકોને પ્રોપોઝ કરતો જોવા મળે છે. જણાવી દઇએ કે આ માત્ર એક પ્રેન્ક છે. પરંતુ લગ્રનું પ્રોપોઝલ સાંભળીને લોકો ઘણા રસપ્રદ જવાબો આપતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો લગ્નના પ્રોપોઝલ પર ગુસ્સે થઈ જાય છે અને જતા રહે છે. 49 સેકન્ડની આ રીલને ઈન્સ્ટાગ્રામ પર લગભગ દોઢ મિલિયન વ્યુઝ મળ્યા છે.

આ વીડિયોમાં ઇન્ફ્લુએન્સર લગભગ 7 લોકોને ગુલાબ આપી લગ્ર માટે પ્રોપોઝ કરે છે. પહેલા વ્યક્તિને તે કહે છે કે મેં તમને દૂરથી જોયા તો તમે મને ઘણા સુંદર લાગ્યા, તમે મારી જોડે લગ્ર કરશો ? જેના જવાબમાં વ્યક્તિ ‘હટ’ બોલીને જતો રહે છે. બીજો વ્યક્તિ તેનું પ્રોપોઝલ સાંભળીને કહે છે કે અરે હું તારી સાથે લગ્ર કેમ કરું?

ત્રીજી વ્યક્તિ કહે છે કે અમારા ધર્મમાં 2 નથી ચાલતા. જેના જવાબમાં ઇન્ફ્લુએન્સર કહે છે કે સરકારી નોકરી છે મારી પાસે. તેમ છતાં તે તૈયાર નથી અને કહે છે કે તે તેની પત્નીને દગો આપી શકે નહિ. ચોથો વ્યક્તિ તેનો પ્રશ્ન સાંભળીને ઠપકો આપી ત્યાંથી જતો રહે છે.

પાંચમો વ્યક્તિ લગ્રનું પ્રોપોઝલ સાંભળીને કહે છે કે મારે તમારી ઉંમરના બાળકો છે, હું તારી જોડે લગ્ર કેવી રીતે કરી શકું. મોટાભાગના લોકો તેની વાતને મજાકમાં લઇ લે છે. આ રીલ પર યુઝર્સ સ્કૂટર પર બેઠેલા કાકાના વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે ‘હમ હમારી બીવી કો ધોકા નહીં દેગા’ કહેનાર છેલ્લો વ્યક્તિ ખરેખર ખાસ છે.

આ વીડિયો જોઇ અન્ય યુઝરે કહ્યું કે તે વફાદાર વ્યક્તિ માટે તાળીઓ પડવી જોઈએ. કોમેન્ટ સેકશનમાં મોટાભાગના યુઝર્સ ક્લિપમાં બોલ્યા ગયાલે તેમના મનપસંદ અંશ લખીને પોસ્ટ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ રીલને @prannayjoshi એ પોસ્ટ કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે કે ‘કૃપા કરીને મારી પુકી બની જાવ’. તેમની આ રીલને 14 લાખથી વધારે વ્યુઝ અને 60 હાજરથી પણ વધુ લાઇક્સ મળી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Prannay🐸 (@prannayjoshi)

Devarsh