ઘણી વખત આપણી સામે કંઈક એવું આવે છે જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. આવું જ થોડાક દિવસો પેહલા સ્કોટલેન્ડમાં જોવા મળ્યું ! જ્યાં એક ઐતિહાસિક લાઈટહાઉસમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન ત્યાં કામ કરતા એન્જિનિયરોને એક બોટલ મળી આવી. આ બોટલમાં એક પત્ર હતો. જ્યારે તેને ખોલીને જોવામાં આવ્યુ તો એન્જિનિયરો ચોંકી ગયા કારણ કે આ પત્ર 132 વર્ષ જૂનો હતો.
અમેરિકન વેબસાઈટ ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયેલા સમાચાર અનુસાર, આ બોટલની શોધ 36 વર્ષીય એન્જિનિયર રોસ રસેલ દ્વારા કરવામાં આવી હતી. તેણે BBC સાથે વાત કરતા કહ્યું કે આ પત્ર જોયા બાદ હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
હું અને મારી ટીમ કિર્કકલમમાં કોર્સવોલ લાઇટહાઉસના રિનોવેશનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન દિવાલ પર હથોડી મારતી વખતે મને એક બોટલ મળી, જેમાં એક પત્ર હતો. જેમાં માહિતી હતી કે આ લાઇટ હાઉસ 1817માં બનાવવામાં આવ્યું હતું. આ સિવાય આ પત્ર પર લખેલું છે કે આ લાલટેનને 1892માં લાઇટહાઉસમાં પ્રગટાવવામાં આવ્યું હતું અને તેને મેથી સપ્ટેમ્બર મહિના દરમિયાન લગાવવામાં આવ્યું હતું.
આ કામ પૂર્ણ કર્યા પછી, એન્જિનિયરોએ આ પત્રને દિવાલની અંદર એક ખાલી જગ્યામાં મૂક્યો જે અત્યાર સુધી વિશ્વથી અદ્રશ્ય હતો. મીડિયાથી વાત કરતા ટીમ એ કહ્યું કે આ પત્ર અમારા માટે ખૂબ જ ચોંકાવનારો છે, પરંતુ જ્યારે અમે તેને વાંચ્યું તો એવું બિલકુલ નહોતું, આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ લાઇટહાઉસને કેવી રીતે બનાવવામાં આવ્યું હતું અને આ લાઇટ તેમાં કેવી રીતે લગાવવામાં આવી હતી.
આ પત્ર મેળવનાર રસેલનું કહેવું છે કે આ સંપૂર્ણ સંયોગ છે. શક્ય છે કે આ તેમના તરફથી અમને સીધો સંદેશો હોય. આ કહાની જાણ્યા બાદ 32 વર્ષીય રોયલ નેવી એન્જિનિયરે કહ્યુ કે મારા માટે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે એક સદી જૂનો ઈતિહાસ આ રીતે આપણી સામે આવ્યો છે. તે જોવું પોતાના માટે ખૂબ જ વિશેષ છે કે તે સમયે કરવામાં આવેલ કાર્ય સંપૂર્ણ રીતે યોગ્ય હતું અને આજે પણ અકબંધ છે. જ્યારે સેટેલાઇટ નેવિગેશનના યુગમાં આવી વસ્તુઓ જોઈ શકાય છે.