ક્રેટા લવર્સ માટે સારા સમાચાર, બજારમાં આવવાની છે આધુનીક યુગની EV ક્રેટા, માત્ર 7.9 સેકન્ડમાં જ પકડશે 0-100KM/H સુધીની ઝડપ, આ દિવસે થશે ભારતમાં લોન્ચ

મોટી ખુશખબરી: આ ફેમસ કાર હવે એકવાર ચાર્જિંગમાં 473KM દોડશે, માત્ર 7.9 સેકન્ડમાં જ પકડશે 0-100KM/H સુધીની ઝડપ

Hyundaiએ તેની સૌથી વધુ વેચાતી SUV Cretaનું ઇલેક્ટ્રિક વર્ઝન જાહેર કર્યું છે. બહુપ્રતિક્ષિત ક્રેટા ઈલેક્ટ્રિકનું સત્તાવાર લોન્ચિંગ પહેલા 17 જાન્યુઆરીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં અનાવરણ કરવામાં આવશે. કંપનીએ એક ટીઝર વિડિયો જાહેર કર્યો છે અને તેની ડિઝાઇન, પાવરટ્રેન, ફીચર્સ અને અન્ય ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. ચાલો જાણીયે.

ટીઝર વીડિયોમાં ક્રેટા ઈલેક્ટ્રીકની ડિઝાઈન તેના પેટ્રોલ-ડીઝલ મોડલ જેવી જ છે. તેમાં સિગ્નેચર કનેક્ટેડ LED DRL, વર્ટિકલી સ્ટેક્ડ ડ્યુઅલ-પોડ હેડલાઇટ્સ અને કનેક્ટેડ LED ટેલલાઇટ્સ છે. જો કે, EV વેરિઅન્ટ EV સ્ટાઇલ માટે બંધ ગ્રિલ અને Hyundai લોગોની નીચે ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ ઉમેરે છે. વધુમાં, તેમાં એરો-ઓપ્ટિમાઇઝ્ડ 17-ઇંચ એલોય વ્હીલ્સ અને વધુ સારી એરોડાયનેમિક્સ માટે સક્રિય એર ફ્લૅપ્સ છે.

ક્રેટા ઇલેક્ટ્રિકમાં બે બેટરીનો વિકલ્પ હશે. જેમાં 42 kWhની બેટરી હશે, જે એકવાર ફુલ ચાર્જ થવા પર 390 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. બીજી બેટરી 51.4 kWh ની હશે, જે 473 કિમીની રેન્જ આપશે બંને રેન્જ ARAI-પ્રમાણિત છે.આ ઈલેક્ટ્રિક SUV ત્રણ ડ્રાઈવ મોડ, ઈકો, નોર્મલ અને સ્પોર્ટ સાથે આવશે. કંપનીનો દાવો છે કે 51.4 kWh બેટરીવાળું વેરિઅન્ટ માત્ર 7.9 સેકન્ડમાં 0-100 km/hથી ઝડપ મેળવી શકે છે.ચાર્જિંગ માટે, તેમાં DC ફાસ્ટ ચાર્જરનો વિકલ્પ છે, જે માત્ર 58 મિનિટમાં બેટરીને 10-80% ચાર્જ કરી શકે છે.

તે જ સમયે, 11 kW વોલ બોક્સ હોમ ચાર્જર સાથે બેટરીને 10-100% ચાર્જ કરવામાં લગભગ 4 કલાક લાગે છે.Creta Electricની કેબિન તેના ICE વેરિયન્ટ જેવી જ દેખાય છે. તેમાં ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ અને ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમ છે. આ ઇલેક્ટ્રિક કારમાં શિફ્ટ-બાય-વાયર સિસ્ટમ અને હ્યુન્ડાઈની ડિજિટલ કી સુવિધા છે, જેના દ્વારા વાહનને લૉક/અનલૉક કરી શકાય છે અને સ્માર્ટફોન અથવા સ્માર્ટ વૉચથી શરૂ કરી શકાય છે.

અન્ય સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સમાન કદનું ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ફોન ચાર્જિંગ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને પેનોરેમિક સનરૂફ જેવી પ્રીમિયમ સુવિધાઓ છે. વધુમાં, વાહન-ટુ-લોડ (V2L) ક્ષમતા પણ બાહ્ય ઉપકરણોને પાવર કરવાની સુવિધા આપે છે.ક્રેટા ઈલેક્ટ્રિક ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ હશે – એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, પ્રીમિયમ અને એક્સેલન્સ. તેની સીધી સ્પર્ધા Tata Curve EV (2024 TATA Curvv), Mahindra BE 6 (2024 Mahindra BE 6) અને Maruti Suzuki e Vitara જેવા મોડલ સાથે થશે.

Devarsh