અમદાવાદમાંથી શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સગા માસાએ પોતાની 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અમદાવાદમાં રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સરખેજમાં 11 વર્ષની બાળકી તેના માસીના ઘરે રોકાવવા ગઈ હતી, ત્યારે માસાએ રાતના સમયે શારીરિક અડપલા કરીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું.
આ ઘટનાની જાણ બાળકીએ તેના માતા-પિતાને કરતા તેમણે નરાધમ માસા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જો કે ગુનો નોંધાયા બાદ આરોપી નાસી ગયો હતો, પરંતુ પોલીસે તપાસ કરી તેને ઝડપી લેવા અલગ-અલગ ટીમ બનાવી અને આજુબાજુના વિસ્તાર તેમજ મહેસાણા-ગાંધીનગરના 400 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી મોબાઈલની ડિટેઈલ મેળવી. આ દરમિયાન પોલીસે આરોપી ફરીદ મોહમ્મદ મલેકની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી.