મોતના કેટલીક પળ પહેલા વ્યક્તિએ પરિવારને મોકલ્યો મેસેજ, કહ્યુ- પક્ષી વિમાન સાથે ટકરાયુ છે, શું હું…

દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભયાનક વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત થયા, આ અકસ્માત પહેલા એક મુસાફરે તેના મોબાઈલ પર તેના પરિવારજનોને મેસેજ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે પ્લેન પક્ષી સાથે અથડાયું છે…અમે લેન્ડ કરી શકતા નથી. વિમાન દુર્ઘટના પહેલા સવારે 9 વાગ્યે, તેણે એક એપ દ્વારા એરપોર્ટ પર રાહ જોઈ રહેલા પરિવારના સભ્યને મેસેજ કર્યો: ‘એક પક્ષી પ્લેનની પાંખ સાથે અથડાયું અને અમે લૈંડ નથી કરી શકતા.

મુસાફરે એક મિનિટ પછી જવાબ આપ્યો, ‘હમણાં જ.’ શું મારે વસિયતનામું કરવું જોઈએ ?’ ત્યારથી પરિવારના સભ્યો મુસાફરનો સંપર્ક કરી શક્યા નથી. એવું માનવામાં આવે છે કે પ્લેનના લેન્ડિંગ ગિયરમાં ખરાબીના કારણે આ અકસ્માત થયો હતો. વિમાને લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે દરમિયાન તે એરપોર્ટની દિવાલ સાથે અથડાયું, જેના કારણે પ્લેનમાં આગ લાગી.

આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા, જેમાં 84 મહિલાઓ, 82 પુરૂષો અને 11 અન્ય લોકોના મોત થયા હતા, જેમની ઓળખ થઈ શકી નથી. સૌથી નાનો મુસાફર ત્રણ વર્ષનો છોકરો હતો અને સૌથી વૃદ્ધ 78 વર્ષના. દક્ષિણ કોરિયાના પરિવહન મંત્રાલયના એક અધિકારી અનુસાર, કર્મચારીઓએ વિમાનના બ્લેક બોક્સમાંથી ફ્લાઈટ ડેટા અને કોકપિટ વોઈસ રેકોર્ડર મેળવ્યા છે.

આ તમામની તપાસ સરકારી નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. કંટ્રોલ ટાવરે સવારે 8.57 વાગ્યે ચેતવણી જારી કરી, વિમાનના પાયલટે તરત જ સવારે 8.58 વાગ્યે અનાઉન્સ કર્યુ અને સવારે 9 વાગ્યે લૈંડ કરવાની કોશિશ કરી, પણ ત્રણ મિનિટ બાદ 9.03 વાગ્યે લેંડિંગ ગિયર વિના લેંડિંગ કરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ.

Shah Jina