બાપરે હવે અમેરિકામાં થયું પ્લેન ક્રેશ, બિલ્ડિંગ સાથે ટકરાતા થયો મોટો હદસો, 2થી વધુના મોત 18થી વધુ ઘાયલ, 10 દિવસમાં ત્રીજો મોટો વિમાન હદસો

બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું; 2થી વધુના દર્દનાક મોત 18થી વધુ ઘાયલ, 10 દિવસમાં ત્રીજો મોટું પ્લેન એક્સિડન્ટ

અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ગુરુવારે (2 જાન્યુઆરી) બપોરે સાઉથ કેલિફોર્નિયામાં એક સિંગલ-એન્જિન પ્લેન એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 18થી વધુ ઘાયલ હોવાનું સામે આવી રહ્યું છે.

એબીસી ન્યૂઝ અનુસાર, ફુલર્ટન પોલીસ વિભાગના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે કહ્યું કે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ. 10 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને 8ને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી.જે બાદ તેમને રજા આપવામાં આવી હતી.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેનની ઓળખ સિંગલ એન્જિન વેન આરવી-10 તરીકે કરી હતી.

ઓરેન્જ કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા યુ.એસ.ના પ્રતિનિધિ લૂ કોરેઆએ X પર શેર કર્યું હતું કે વિમાન ફર્નિચર મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. ડિઝનીલેન્ડથી લગભગ 6 માઈલ દૂર આવેલા ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે આ અકસ્માત થયો હતો.ફુલર્ટન પોલીસના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે 2:09 વાગ્યે (સ્થાનિક સમય) પોલીસને ફુલર્ટન ઓરેન્જ કાઉન્ટીમાં અકસ્માત અંગે ચેતવણી આપવામાં આવી હતી.

આ પછી ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. આગને કારણે એક વેરહાઉસને નુકસાન થયું છે, જેમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક રાખવામાં આવ્યો હતો.ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ચાર સીટવાળું, સિંગલ-એન્જિન પ્લેન ટેકઓફ કર્યાના એક મિનિટ પછી ક્રેશ થયું હતું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનનો કાટમાળ છત પર સળગતો જોવા મળી રહ્યો છે.

Devarsh