13 વર્ષની થઇ આરાધ્યા બચ્ચન, બર્થ ડે સેલિબ્રેશનમાં ના જોવા મળ્યો અભિષેક…ફેન્સે કહ્યું ડાઇવોર્સ લેશે કે શું? જુઓ તસવીરો

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન બોલિવૂડના કોરિડોરમાં ખૂબ જ લોકપ્રિય છે. આરાધ્યા ઘણીવાર તેની માતા સાથે જોવા મળે છે. હવે નાની આરાધ્યા ઘણી મોટી થઈ ગઈ છે. તાજેતરમાં જ તે કિશોરાવસ્થામાં પ્રવેશી છે. 13 વર્ષ પૂર્ણ કરનાર આરાધ્યા હવે 14માં વર્ષમાં પ્રવેશી ચૂકી છે.

આરાધ્યાના આ ખાસ દિવસે ખાસ સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આરાધ્યાની મમ્મી ઐશ્વર્યાએ ચાહકોને આરાધ્યાના જન્મદિવસની ઉજવણીની ઝલક બતાવી છે, જેમાં આરાધ્યાની અદ્રશ્ય સ્ટાઈલ જોઈ શકાય છે. આ તસવીરોમાં આરાધ્યાના બાળપણથી લઈને અત્યાર સુધીની ઘણી ઝલક સામેલ છે.

ઐશ્વર્યા રાયે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક પછી એક 10 તસવીરો બતાવી છે. દરેક તસવીરમાં એક અલગ જ ઝલક જોવા મળે છે. આમાંની કેટલીક તસવીરો ગત રોજની છે, જેમાં આરાધ્યા અને ઐશ્વર્યા રાય બંને મેચિંગ સફેદ સૂટમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં બંને દિવાલ પર એશ્વર્યાના પિતા અને આરાધ્યાના નાનાની સામે માથુ નમાવતા અને આશીર્વાદ લેતા જોવા મળે છે.

જણાવી દઈએ કે, 20 નવેમ્બરે આરાધ્યાના નાના અને ઐશ્વર્યા રાયના પિતાની જન્મજયંતિ હતી. આ અવસર પર ઐશ્વર્યા તેની પુત્રી સાથે માતાના ઘરે પહોંચી હતી, જ્યાં બંનેએ તેમની બર્થ એનિવર્સરી ઉજવી. નવેમ્બર મહિનો ઐશ્વર્યા રાય અને તેના પરિવાર માટે ખૂબ જ ખાસ છે. કારણ કે તેની લાડલી દીકરી આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ 16 નવેમ્બરે આવે છે.

આ પછી 20 નવેમ્બરે તેના પિતા કૃષ્ણરાજ રાયની બર્થ એનિવર્સરી હોય છે. ત્યારે પિતાની બર્થ એનિવર્સરી અને આરાધ્યાના 13માં બર્થ ડેની કેટલીક તસવીરો એશ્વર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જો કે એશ્વર્યાએ શેર કરેલી એક પણ તસવીરમાં આરાધ્યાના પિતા એટલે કે અભિષેક બચ્ચન નથી જોવા મળી રહ્યો.

ત્યારે અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારમાંથી કોઈ પણ આ તસવીરોમાં દેખાતા ન હોવાના કારણે એશ્વર્યા અને અભિષેકના અલગ થવાના સમાચારે ફરી એક વખત જોર પકડ્યુ છે.

Shah Jina