એ આર રહેમાનના લગ્ન તૂટ્યા બાદ છલકાયુ દર્દ, અધૂરી રહી ગઇ આ ખ્વાહિશ

મશહૂર સિંગર-કંપોઝર એઆર રહેમાને પોતાના એક નિર્ણયથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેતા ઓસ્કાર વિનર એઆર રહેમાને 29 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવ્યો. રહેમાન અને સાયરાના વકીલે સૌપ્રથમ જાહેર નિવેદન જારી કરીને દંપતીના છૂટાછેડા અંગે માહિતી આપી હતી.

આ પછી ગાયક એઆર રહેમાને પણ સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા આની જાહેરાત કરી હતી. ત્રણ દાયકા પછી બેગમ સાયરાથી અલગ થવા જઈ રહેલા રહેમાને છૂટાછેડાના સમાચાર વચ્ચે ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, “અમને આશા હતી કે અમે 30 વર્ષ પૂર્ણ કરીશું, પરંતુ…” એઆર રહેમાને આટલો મોટો નિર્ણય અચાનક લીધો નથી. બંને વચ્ચે ઘણા સમયથી સંબંધો સારા નહોતા.

જો કે, દંપતી લાંબા સમયથી પોતાના લગ્નજીવનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ, જ્યારે તેમની વચ્ચે વાત સારી ન રહી ત્યારે બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો. રહેમાને લખ્યું, “અમને આશા હતી કે અમે લગ્નના 30 વર્ષ પૂર્ણ કરીશું. પરંતુ એવું લાગે છે કે દરેક વસ્તુનો અંત છે. ભગવાનનું સિંહાસન પણ તૂટેલા હૃદયના ભારથી કંપી શકે છે, તેમ છતાં, અમને આમાં કંઈક સારું લાગે છે.

અમારી ગોપનીયતાનો આદર કરવા બદલ આભાર.” એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા અને આ કપલને ત્રણ બાળકો છે. ત્રણેય મુશ્કેલ સમયમાં તેમના માતા-પિતાને ટેકો આપી રહ્યા છે. જણાવી દઇએ કે રહેમાન અને સાયરાને આશા હતી કે તેઓ લગ્નના 30 વર્ષ પૂર્ણ કરશે પણ આ ખ્વાહિશ તેમની અધૂરી રહી ગઇ.

Shah Jina