છૂટાછેડા : એઆર રહેમાન બાદ લગ્નના 3 વર્ષ બાદ હવે આ ફેમસ એક્ટર પણ લઇ રહ્યો છે છૂટાછેડા, 2 વર્ષની દીકરી…

‘પંડ્યા સ્ટોર’ ફેમ એક્ટર લગ્નના ત્રણ વર્ષ બાદ લઇ રહ્યો છે પત્ની સાથે છૂટાછેડા, અલગ થયા બાદ દીકરીની આવી રીતે કરશે દેખભાળ

લગ્નના 3 વર્ષ બાદ ‘પંડ્યા સ્ટોર’ ફેમ એક્ટરે કરી છૂટાછેડાની ઘોષણા, બોલ્યો- દીકરીની ભલાઇ માટે…

બોલિવૂડના જાણીતા સિંગર-કંપોઝર એઆર રહેમાને તાજેતરમાં જ લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો અને સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ ખબરથી હજુ ચાહકો બહાર નથી આવી શક્યા ત્યાં નાના પડદાના એક્ટર અક્ષય ખરોડિયાએ લગ્નના ત્રણ વર્ષ બાદ પત્ની દિવ્યાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી અને એ જણાવ્યું કે અલગ થયા બાદ બંને પોતાની બે વર્ષની દીકરીનું ધ્યાન કેવી રીતે રાખશે. અક્ષય ખરોડિયા ટીવી શો ‘પંડ્યા સ્ટોર’માં દેવ પંડ્યાનું પાત્ર ભજવતો જોવા મળ્યો હતો. હાલમાં તે તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે.

શનિવારે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેમાં તેણે તેના લગ્ન અને તેની પત્ની દિવ્યા તેમજ પુત્રી સાથેના ઘણા ફોટા શેર કર્યા. આ શેર કરતી વખતે તેણે એક લાંબી નોટ લખી, જેમાં તેણે છૂટાછેડાની જાહેરાત કરી. અક્ષયે લખ્યું કે બધાને હેલો, ભારે હૃદય સાથે હું એક ખૂબ જ અંગત અપડેટ શેર કરવા માંગુ છું. ઘણી વિચાર-વિમર્શ અને અસંખ્ય ભાવનાત્મક વાર્તાલાપ પછી દિવ્યા અને મેં અલગ થવાનું નક્કી કર્યું છે.

અમારા બંને માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. દિવ્યા મારા જીવનનો એક અમૂલ્ય હિસ્સો છે અને અમે જે પ્રેમ, હાસ્ય અને યાદો શેર કરી છે તે મારા માટે હંમેશા કિંમતી રહેશે. અમને અમારી પુત્રી રૂહીના રૂપમાં સૌથી મોટી ભેટ મળી, જે હંમેશા અમારી દુનિયાનું કેન્દ્ર રહેશે. તેણે આગળ લખ્યું કે હવે જ્યારે અમે આ પગલું લઈ રહ્યા છીએ, ત્યારે રુહી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. તેને તેના માતા-પિતા બંનેનો પ્રેમ, સંભાળ અને સમર્થન હંમેશા રહેશે અને અમે તેની સુખાકારી માટે પ્રેમ અને આદર સાથે કો-પેરેન્ટિંગ ચાલુ રાખીશું.

અમારા પરિવાર માટે આ સરળ પળ નથી, અને અમે આ પડકારજનક સમયથી નિપટવા તમારી સમજ, દયા અને પ્રાઇવસીની માંગ કરીએ છીએ. પ્લીઝ અમને આ સેપરેશન પળ માટે નહિ પરંતુ તે પ્રેમ અને ખુશી માટે યાદ રાખો જે અમે ક્યારેય શેર કરી હતી. તમરા સપોર્ટ અને કરુણા સાથે અમારી સાથે ઊભા રહેવા બદલ ધન્યવાદ.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kharodia (@akshay_kharodia)

Shah Jina