નસીબ બદલવામાં સમય નથી લાગતો, જે વ્યક્તિ આજે રાત્રે છત વિના સૂતો હોય તે બીજા દિવસે મહેલમાં જાગી શકે છે. કોઈના નસીબમાં શું લખ્યું છે તેની કોઈને ખબર નથી. ઘણા લોકો તેને ચમત્કાર કહી શકે છે, પરંતુ તે નસીબ જેવું છે. હાલમાં જ આવુંજ કંઈક સિંગાપુરમાં એક વ્યક્તિ સાથે થયું છે.
આ ભારતીય મૂળના વ્યક્તિએ તેવી પત્ની માટે સોનાની ચેનની ખરીદી કરી હતી. જેને ખરીદ્યા પછી તે કરોડપતિ બની ગયો હતો. તેને 8 કરોડ રૂપિયા મળ્યા. હવે પ્રશ્ન એ છે કે તેની કિસ્મત કેવી રીતે બદલાઈ. એશિયા વન વેબસાઇટ અનુસાર, ભારતીય મૂળના બાલાસુબ્રમણ્યમ ચિતંમ્બરમ એક પ્રોજેક્ટ એન્જિનિયર છે જે 21 વર્ષ થી સિંગાપુરમાં રહે છે. લગભગ 3 મહિના પેહલા તેમને તેમની પત્ની માટે સોનાની ચેન ખરીદી હતી.
જેના માટે તેમને કુલ 3.8 લાખ ખર્ચ્યા હતા. આ સોનાની ચેન તેમને મુસ્તફા જ્વેલરી નામની દુકાનમાંથી ખરીદી હતી. આ દુકાન દર વર્ષે એક લકી ડ્રો કરાવે છે જેમે તે લોકો ભાગ લે છે જે દુકાનમાંથી ઓછામાં ઓછા 15 હાજરની ખરીદી કરે છે. આ વ્યક્તિએ તેનાથી વધુની ખરીદી કરી હોવાથી તેનું નામ લકી ડ્રોમાં ઉમેરવામાં આવ્યું હતું. જ્યારે 24મી નવેમ્બરે એક કાર્યક્રમમાં લકી ડ્રોનું પરિણામ આવ્યું ત્યારે બાલાસુબ્રમણ્યમ તે જોઈ ચોકી ગયા હતા. કારણ કે તેમને 8 કરોડની લોટરી જીતી હતી.
આશ્ચર્યની વાત એ છે કે જે દિવસે તેમને ખબર પડી કે તેમણે આ એવોર્ડ જીત્યો છે તે દિવસે તેમના પિતાની ચોથી પુણ્યતિથિ પણ હતી. આ તેમના માટે આશીર્વાદ સમાન હતું. તેમણે તરત જ તેમની માતાને આ વિશે જાણ કરી અને તેમના સમુદાયના લોકોને પણ કેટલાક રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો.દુકાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ક્ષણથી સંબંધિત એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં ચિતંમ્બરમ સિવાય અન્ય ઘણા ગ્રાહકો જોવા મળે છે જેમને એવોર્ડ મળ્યો છે.
View this post on Instagram