ઓ તારી ! 1500 કિલો વજન- 23 કરોડ કિંમત, સોશિયલ મીડિયા પર ભેંસ અનમોલ એ મચાવી સનસની

રોજ 20 ઈંડા, ડ્રાયફ્રૂટ્સ અને 5 કિલો દૂધ પીવે છે આ ભેંસ, 1500 કિલો છે વજન, 23 કરોડ છે અનમોલની કિંમત; જુઓ તસવીરો

હરિયાણાનો એક પાડો જેનું નામ અનમોલ છે, તે આ દિવસોમાં સોશ્યિલ મીડિયા સ્ટાર બનીને બેઠો છે. તેના ફોટોઝ ખુબ વાયરલ થઇ રહ્યા છે. તેનું કારણ તેનું વિશાળ શરીર અને તેની ભારે કિંમત છે. અનમોલની હાલની કિંમત 23 કરોડ છે અને તે એક વૈભવી જીવન જીવી રહ્યો છે. આ પાડો દેશના અનેક પશુ મેળાઓમાં ગૌરવ વધારી રહ્યો છે.

પછી ભલે તે પુષ્કર મેળો હોય કે પછી મેરઠનો અખિલ ભારતીય ખેડૂત મેળો, બધી જગ્યા પર તેની ચમક ફેલાઈ રહી છે.અનમોલ ભલે આકર્ષક દેખતો હોય પરંતુ તેની ભારે કિંમતનું મુખ્ય કારણ તેનું વીર્ય છે, જેની ભારે માંગ છે. આ પાડોના વીર્યની પ્રજનન ક્ષમતા અને જાતિની ગુણવત્તાને કારણે પશુપાલકોમાં દિવસેને દિવસે તેની માંગ વધી રહી છે. અનમોલ હરિયાણાના સિરસા જિલ્લાનો છે. તેનું વજન લગભગ 1500 કિલોગ્રામ છે અને તે 8 વર્ષનો છે.

આ પાડાને ભારતના પશુપાલનમાં ગર્વનું પ્રતીક માનવામાં આવે છે. કારણ કે તેની કિંમત 23 કરોડ રૂપિયા છે જે દેશમાં ઘણી વૈભવી ગાડીઓ અને હાઈ-એન્ડ રિયલ એસ્ટેટ કરતાં પણ વધુ છે. આમ જોવામાં આવે તો અનમોલની 23 કરોડની કિંમત 2 રોલ્સ રોયલ, 10 મર્સિડીઝ બેન્ઝ અથવા નોઈડામાં એક ડઝન ઘર ખરીદવા બરાબર છે. આ પશુ રોજના આહારમાં 250 ગ્રામ બદામ, 4 કિલોગ્રામ દાડમ, 30 કેળા, 5 કિલોગ્રામ દૂધ અને 20 ઈંડાનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત, તેની વૃદ્ધિ અને તેનું મૂલ્ય જાળવવા અને સાથે-સાથે તેનો આકાર જાળવી રાખવા માટે તેલની કેક, લીલો ચારો, ઘી, સોયાબિન અને મક્કાઈ આપવામાં આવે છે.આ પાડો તેનો વિશાળ કદ, ચમક અને શારીરિક લાક્ષણિકતાઓને કારણે મેળાઓ અને કૃષિ પ્રસંગોમાં ભારે ભીડને આકર્ષવા માટે જાણીતો છે. જે તેને પ્રજનન માટે એક આદર્શ નમૂનો બનાવે છે. રિપોર્ટ્સ પ્રમાણે, અનમોલની જાળવણી અને ખોરાક પાછળ રોજના 1500 રૂપિયાનો ખર્ચો થાય છે.માં મોંઘા ડ્રાયફ્રૂટ્સ અને સારી ગુણવતા વાળા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.

અનમોલની ચમક અને સ્વાસ્થ્ય જાળવવા માટે તેને બદામ અને સરસોના તેલના મિશ્રણથી રોજ 2 વાર સ્નાન કરાવામાં આવે છે. અનમોલની માતા પણ એક ઉત્તમ ભેંસ હતી, જે 25 લિટર દૂધ આપતી હતી. અનમોલનું વીર્ય જ તેના મલિકની આવકનો પ્રમુખ સ્ત્રોત છે. એને અઠવાડિયામાં 2 વાર ભેગું કરવામાં આવે છે. દરેક નિષ્કર્ષણની કિંમત 250 રૂપિયા છે. જેનાથી અનમોલના માલિકને મહિને 5 લાખ રૂપિયાની આવક થાય છે,

Devarsh