‘પુષ્પા 2’ના ગીત “અંગારો” પર રશ્મિકા મંદાનાએ લગાવ્યા અલ્લુ અર્જુન સાથે ઠુમકા, સ્ટેજ પર થિરક્યા પુષ્પા-શ્રીવલ્લી

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાએ ‘અંગારો’ ગીત પર કર્યો ડાંસ, સિગ્નેચર સ્ટેપથી જીત્યુ ચાહકોનું દિલ

‘પુષ્પા 2’ ભારતની સૌથી મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મની રિલીઝને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચાહકોમાં આ ફિલ્મને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજુ તો તાજેતરમાં જ બિહારના પટનામાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મનું આઈટમ સોંગ ‘કિસિક’ ચેન્નાઈમાં રિલીઝ થયું હતું. ત્યારે હત રોજ એટલે કે શુક્રવારે ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટ દરમિયાન અલ્લુ અર્જુન અને રશ્મિકાના ડાન્સ મૂવ્સે બધાના દિલ જીતી લીધા હતા. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

29 નવેમ્બરના રોજ મુંબઈમાં આયોજિત પ્રી-રિલીઝ ઈવેન્ટમાં બંનેએ ફિલ્મના ગીત ‘અંગારો’ પર સિગ્નેચર સ્ટેપ સાથે ડાન્સ કર્યો હતો અને દર્શકોના દિલ જીતી લીધા હતા. સ્ટાર્સે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી ન હતી. ત્યારે આ દરમિયાનના વીડિયો અને અલ્લુ-રશ્મિકાના ડાન્સ સ્ટેપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ ઈવેન્ટ દરમિયાન અભિનેત્રીએ ‘પુષ્પા’ની ફ્રેન્ચાઈઝી સાથેના તેના પાંચ વર્ષના અનુભવો પણ શેર કર્યા. આ ઇવેન્ટ દરમિયાન સૌની નજર રશ્મિકા પર ટકેલી હતી. રશ્મિકા અને અલ્લુ અર્જુનના લુક પણ ખાસ હતા. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રીલિઝ ડેટ ઘણી વખત ચેન્જ કરવામાં આવી, જેણે ચાહકોની ઉત્સુકતા અને આતુરતા બંનેમાં વધારો કર્યો છે.

5 ડિસેમ્બરના રોજ રિલીઝ થનારી ફિલ્મ પુષ્પા-2: ધ રૂલના કલાકારોએ ગઇકાલે ​​મુંબઈની જેડબ્લ્યુ મેરિયોટ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના સાથે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, ‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળીમાં પણ રિલીઝ થશે.

આ ફિલ્મ સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX, D-BOX ફોર્મેટમાં રિલીઝ થશે. 500 કરોડના મેગા બજેટ સાથે બનેલી ફિલ્મ પુષ્પા 2ના નિર્માતાઓએ તેના માટે અલગ-અલગ ક્લાઈમેક્સ શૂટ કર્યા છે. જેથી ફિલ્મ સાથે સંબંધિત કોઈ સ્પોઈલર લીક ન થાય. તમામ ક્લાઈમેક્સ શૉટમાંથી, સેટ પર કોઈને ખબર નથી કે નિર્માતાઓ દ્વારા કયો ફાઈનલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સેટ પર નો ફોન પોલિસી પણ રાખવામાં આવી હતી.

Shah Jina