બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક દિવસોથી તેના છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય અને તેના પતિ અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાના સમાચાર છે.
આવામાં ઐશ્વર્યા રાયનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેહવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાયએ પોતાના નામ માંથી બચ્ચન સરનેમ હટાવી દીધી છે. ઐશ્વર્યા રાયે તાજેતરમાં દુબઈમાં આયોજિત વુમન એસ્ટાબ્લિશમેન્ટ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા પર ઐશ્વર્યા રાયે સ્પીચ પણ આપી હતી. ઐશ્વર્યા રાય જયારે સ્ટેજ પર આવી ત્યારે તેના નામ પર માત્ર ‘ઐશ્વર્યા રાય ઈન્ટરનેશનલ સ્ટાર’ લખેલું હતું.
પરંતુ એવું પણ માનવામાં આવે છે કે આ એક મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હતો. જેના કારણે અહીં માત્ર ઐશ્વર્યાનું નામ લખવામાં આવ્યું છે. આ વીડિયો સિવાય કોઈ પણ જગ્યા એ ઐશ્વર્યાએ અભિષેકનું નામ નથી હટાવ્યું. ઐશ્વર્યાના ઇન્સ્ટાગ્રામ પર હજુ પણ ARB છે. જેનો મતલબ ઐશ્વર્યા રાય બચ્ચન થાય છે.
ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર માત્ર તેના પતિને જ ફોલ્લૉ કરે છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધોમાં ખટાશના સમાચાર આવી રહ્યા છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અભિષેકના જીવનમાં બીજી અભિનેત્રીના આગમન બાદ બંને વચ્ચે અણબનાવ થયો છે.
કેટલાક દાવાઓમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન વચ્ચે અણબનાવ છે. જો કે, હજુ સુધી દાવાઓમાં કોઈ હકીકત દર્શાવવામાં આવી નથી. હજુ સુધી અભિષેક-ઐશ્વર્યા અને તેમના પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
View this post on Instagram