મલ્હાર ઠાકર-પૂજા જોશીના લગ્ન સમારોહમાં ઊમટ્યો ગુજરાતી ફિલ્મ જગત | ભવ્ય રિસેપ્શન સમારોહ
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશીના લગ્ન રિસેપ્શનમાં ગુજરાતી સિનેમા જગતના દિગ્ગજોનો મેળાવડો જામ્યો હતો. આ મંગલ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.કિર્તીદાન ગઢવીનો પરિવાર પણ મલ્હાર અને પૂજાને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
રિસેપ્શનમાં વિશેષ મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીને આશીર્વાદ આપી તેમના ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી સાહિત્ય અને કલા જગતના પ્રતિષ્ઠિત પરિવાર એવા કિર્તીદાન ગઢવીનો પરિવાર પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યો હતો. સાથે જ પ્રેરણાદાયી વક્તા અને સમાજસેવિકા કાજલ ઓઝા વૈદ્યએ પણ નવદંપતીને તેમના આશીર્વચન આપ્યા હતા.
ફિલ્મની સમગ્ર ટીમે પણ આ રિસેપ્શનમાં હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિએ સમારોહની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલાકારો અને મહેમાનોએ સેલ્ફી અને ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા, જેણે આ પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો.
View this post on Instagram
આ રિસેપ્શન સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના લાઇન પ્રોડ્યુસર્સથી માંડીને અભિનેતાઓ સુધી તમામ મહાનુભાવોની ઉપસ્થિતિએ સમારોહને એક ભવ્ય સ્વરૂપ આપ્યું હતું. સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉત્સાહપૂર્ણ રહ્યું હતું, જેણે આ લગ્ન સમારોહને એક યાદગાર બનાવી દીધો હતો.