ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. તેના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં, પૂજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે.
જો લગ્ન સમારોહની વાત કરવામાં આવે તો, હલ્દી સેરેમની, મહેંદી સેરેમની અને ગરબા નાઈટ યોજાઈ હતી. ત્યારબાદ બીજા દિવસે લગ્ન યોજવામાં આવ્યા હતા. આ દરેક સેરેમનીની બઘી તસવીરોમાં કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું હતું.
કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી?
પૂજા જોશી મુંબઈની છે, પરંતુ તે ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે તેથી ગુજરાત આવતી જતી હોય છે. બંને અગાઉ એકસાથે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે, ત્યારબાદ બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચા ચાલી હતી. બંનેએ કોરોનાના સમયગાળામાં ‘વાત વાત’માં નામની વેબ સીરિઝ કરી હતી. જે દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
View this post on Instagram