સારા અલી ખાને ગોવામાં બિકીની જેવું બોલ્ડ પહેર્યું, વીડિયો જોઇ વધી ગઇ ફેન્સના દિલની ધડકનો, શરમ પણ આવવા લાગી, જુઓ તસવીરો
સારા અલી ખાન બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સારા અવાર નવાર તેના ફોટોશૂટ્સ અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં તે ફરી એકવાર તેની પોસ્ટને લઇને હેડલાઇન્સમાં આવી છે. તે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્સ્ટાગ્રામ પર હલચલ મચાવી રહી છે, ફેન્સ તેના અદભૂત લુકની પ્રશંસા કરી રહ્યા છે.
એક્ટ્રેસે શૂટનો BTS વીડિયો શેર કર્યો છે, જેમાં તે વ્હાઇટ ફ્લોરલ પેટર્નની આકર્ષક બ્લૂ મોનોકિનીમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તે વીડિયોમાં બીજા કેટલાક બીચવેર્સમાં પણ જોવા મળી. ફીટેડ સ્વિમવેર તેની ટોન્ડ બોડીને સંપૂર્ણ રીતે હાઇલાઇટ કરી રહ્યા હતા. તેણે નેકલેસ અને સ્ટાઇલિશ સનગ્લાસ સાથે તેના બીચ લુકને કંપલીટ કર્યો હતો.
BTS વીડિયો શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું-“સમુદ્રની ખુશ્બુ લો અને આકાશને મહેસૂસ કરો… થોડી કોફી પીઓ અને ફ્રાઇ ખાઓ… તમારા આત્મા અને મનને ઉડવા દો.” જણાવી દઇએ કે સારાનું કેદારનાથ સાથે ખાસ જોડાણ છે. તેની કારકિર્દીની શરૂઆતની ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું અને સારા માટે તે ખૂબ જ સારી શરૂઆત સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં સારાનું આ ખાસ સ્થળ સાથે જોડાણ અનિવાર્ય છે.
જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે દુનિયામાં એવી કઈ જગ્યા છે જ્યાં તે ઓછામાં ઓછા એક વર્ષ સુધી રહી શકે તો સારાએ ઉત્તરાખંડનું નામ લીધું. જ્યારે સારાને તેના જવાબ પર પૂછવામાં આવ્યું કે તે ત્યાંની એમ્બેસેડર બની ગઈ છે, તો સારા હસી પડી. સારાની આ સ્ટાઇલ દર્શાવે છે કે તે ઉત્તરાખંડને કેટલો પ્રેમ કરે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર જોવા મળશે. આ ઉપરાંત પંકજ ત્રિપાઠી, નીના ગુપ્તા, અનુપમ ખેર અને ફાતિમા સના શેખ પણ આ ફિલ્મમાં જોવા મળશે. નિર્દેશક અનુરાગ બાસુ આ ફિલ્મ બનાવી રહ્યા છે.
View this post on Instagram