સૌથી મોટી બ્રેકીંગ ન્યુઝ: આખરે થઇ ગયા એશ્વર્યાના છૂટાછેડા, ફેમીલી કોર્ટે સંભળાવી દીધો નિર્ણય

સાઉથ સુપરસ્ટાર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડા ફાઈનલ થઈ ગયા છે. ચેન્નાઈ ફેમિલી કોર્ટે આ છૂટાછેડાને મંજૂરી આપી હતી. જણાવી દઈએ કે આ કપલ છેલ્લા 2 વર્ષથી અલગ રહેતું હતું. 20 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયેલ આ કપલ બે પુત્રોના પેરેન્ટ્સ છે. કહેવાય છે કે સાથે રહેતા પરસ્પર મતભેદોને કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે જાન્યુઆરી 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી. આ પછી કપલે છૂટાછેડા માટે અરજી કરી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે બંને ત્રણ વખત કોર્ટની સુનાવણીમાં હાજર થયા ન હતા. ધનુષ અને ઐશ્વર્યા આખરે 21 નવેમ્બરે ઇન-કેમેરા કાર્યવાહી માટે ચેન્નાઈ કોર્ટમાં પહોંચ્યા હતા. ફેમિલી કોર્ટના જજ સુભાદેવીએ ધનુષ અને ઐશ્વર્યાને તેમના નિર્ણય વિશે પૂછ્યું. બંનેએ કહ્યું કે તેઓ અલગ થવા માંગે છે.

ત્યારબાદ જજે જાહેરાત કરી હતી કે અંતિમ ચુકાદો 27 નવેમ્બરે સંભળાવવામાં આવશે. આખરે બુધવારના રોજ આ કપલના છૂટાછેડા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા. જણાવી દઇએ કે, ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષે 2004માં ચેન્નાઈમાં ભવ્ય સમારોહમાં લગ્ન કર્યાં હતાં. આ કપલના લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ ઉપરાંત રાજનીતિ સાથે જોડાયેલ ઘણી હસ્તિઓ પણ હાજર રહી હતી. ધનુષના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે જુલાઇમાં તેની ફિલ્મ રાયન રિલીઝ થઈ હતી.

આ ફિલ્મને ડાયરેક્ટ ખુદ ધનુષે કરી હતી. વર્ષની શરૂઆતમાં તેની ફિલ્મ કેપ્ટન મિલર આવી હતી જે રિલીઝ થતાં બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. તેની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, કુબેરા, ઇલિયારાજા, ઇડલી કઢાઈ, નિલાવુકુ એન મેલ એન્નાડી કોબામ છે. તેની આ તમામ ફિલ્મો 2025માં રિલીઝ થશે. ત્યાં 2026માં રિલીઝ થનારી એક હોલીવુડ ફિલ્મમાં પણ ધનુષ જોવા મળવાનો છે.

Shah Jina