મુકેશ ખન્નાની ફેમસ સીરીયલ ‘શક્તિમાન’ પર ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલા થઇ હતી. જેના પછી મુકેશ ખન્ના સતત અનેક સ્ટાર્સના નામને રિજેક્ટ કરી તેમના પર વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. પહેલા આ રોલ રણવીર સિંહને મળવાનો અહેવાલ હતો. જેના પછી ટાઇગર શ્રોફનું નામ સામે આવ્યું.
ત્યારે હવે સોશ્યિલ મીડિયા પોસ્ટ વાયરલ થઇ રહી છે કે શક્તિમાન બનવાની લિસ્ટમાં હવે કાર્તિક આર્યનનું નામ જોડાઈ ગયું છે. આ પોસ્ટ આવતાની સાથે જ ચાહકો નારાજ થઈ ગયા છે અને પોસ્ટ પર સતત કોમેન્ટ કરી અને અભિનેતાને આ રોલ ના કરવાની સલાહ આપી.રેડિટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે.
જેમાં લખ્યું છે કે, ‘શક્તિમાનના’ રોલે માટે કાર્તિક આર્યનનો સંપર્ક કરવામાં આવ્યો છે. કાર્તિક આ વિશે હજી વિચાર કરી રહ્યો છે. આ પોસ્ટ મિનિટોમાં વાયરલ થઇ ગઈ અને ફેન્સ કાર્તિકને આ ફિલ્મ રિજેક્ટ કરવાની સલાહ આપી રહ્યા છે. આ પોસ્ટ આવત જ કાર્તિકના ફેન્સ સતત આ પોસ્ટમાં કૉમેંટ કરીને અભિનેતાને આ ફિલ્મ ના કરવાની સલાહ આપી રહ્યા છે. ઘણા લોકોએ તો એવું પણ લાખ્યું કે આવું કરવું તેના કરિયરનું સુસાઇડ હશે.
ત્યાંજ ઘણા એ એવું લખ્યું કે મુકેશ ખન્ના આ રોલ કોઈને કરવા નહિ દે. તે પોતે આ રોલ કરવા માંગે છે.આગામી ‘શક્તિમાન’ બનવાને લઈને મુકેશ ખન્ના એ ટાઇગરનું નામ પણ નકારી કાઢ્યું અને કહ્યું ‘માફ કરજો પરંતુ જો ટાઇગર કોઈ બાળકને બાથરૂમમાં ફ્લશ કરવાનું કહેશે તો બાળક તેને કહેશે કે તું બેસી જા.’ તે બાળકોની સામે હજી પણ બાળક છે. તેમની અંદર એવું કઈ નથી કે તે શક્તિમાન બને. મુકેશ ખન્નાનું આ નિવેદન ખુબજ ચર્ચામાં છે.