IPL 2025 મેગા ઓક્શનમાં છવાઇ ગઇ આ છોકરી, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ, યુઝર્સ બોલ્યા- કોણ છે આ ?

IPL ઓક્શનમાં જૂહી ચાવલાની દીકરી જાહ્નવીના કાયલ થયા લોકો, સૂટ-બૂટ અને સાદગીમાં મિસિસ અંબાણીને પણ છોડી દીધા પાછળ

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL 2025ની મેગા હરાજી થઈ. IPLના ઈતિહાસમાં આ 18મી હરાજી છે, જે 24 નવેમ્બરથી શરૂ થઈ હતી. આ ઈવેન્ટમાં ક્રિકેટની સાથે ગ્લેમરનો ટચ જોવા મળ્યો હતો. KKRના કો-ઓનર જુહી ચાવલાની દીકરી જાહ્નવી મહેતાએ પોતાની હાજરીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હરાજી દરમિયાન તે કોલકાતા નાઈટ રાઈડર્સના વરિષ્ઠ સભ્યો સાથે જોવા મળી હતી.

વ્હાઈટ ટી-શર્ટ અને ડાર્ક વેલ્વેટ જેકેટમાં જાહ્નવીની સાદગીએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. જાહ્નવી મહેતા બોલિવૂડ આઈકન જુહી ચાવલા અને આઈપીએલ ટીમના સહ-માલિક જય મહેતાની પુત્રી છે. જાહ્નવી એક આશાસ્પદ રમતપ્રેમી છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલ જાહ્નવીને અભ્યાસની સાથે સ્પોર્ટ્સમાં પણ ઊંડો રસ છે.

IPL 2025 ઓક્શન દરમિયાનની તેની ઘણી તસવીરો સામે આવી રહી છે. જુહી ચાવલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જાહ્નવીને ક્રિકેટ પસંદ છે. જ્યારે તે ક્રિકેટરો અને મેચની રણનીતિ વિશે વાત કરે છે ત્યારે તેના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળે છે. જાહ્નવીની બીજી રસપ્રદ વાત એ છે કે તે વિશ્વના વિવિધ ભાગોમાં રમાતી ક્રિકેટ મેચ જોવા માટે મોડી રાત સુધી જાગતી રહે છે.

જેદ્દાહમાં આયોજિત IPL 2025 ઓક્શનમાં લોકો ક્રિકેટરોની હરાજી પર નજર રાખી રહ્યા હતા ત્યારે કોલકાતા નાઈટ રાઈડરની કો-ઓનર જૂહી ચાવલાની દીકરી પણ ચર્ચામાં આવી. તેણે KKR વતી મેગા ઓક્શનમાં ભાગ લીધો હતો, જ્યાં તેની સાદગીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે પછી આ બ્યુટી કોણ છે તે જાણવા માટે બધા બેતાબ હતા.

ઘણા તેની સ્માઇલ પર જ દિલ હારી બેઠા હતા, એટલું જ નહીં, સૂટ-બૂટમાં જાહ્નવીની સ્ટાઈલ પણ અદભૂત લાગી રહી હતી જેની સામે નીતા અંબાણીના હીરાની ચમક પણ ફિક્કી પડી ગઇ. 23 વર્ષની જાહ્નવીએ 17 વર્ષની ઉંમરે પહેલીવાર IPL ઓક્શનમાં ભાગ લીધો હતો. તે સમયે તે સૌથી નાની બોલી લગાવનાર હતી અને હવે દર વર્ષે હાજરી આપે છે. પરંતુ, આ વખતે લોકોને તેની સ્ટાઈલ વધુ પસંદ આવી.

હરાજીના બંને દિવસે તે સૂટ-બૂટમાં જોવા મળી હતી. પહેલા દિવસે તે બ્લેક બ્લેઝર અને વ્હાઇટ વેસ્ટ સાથે જોવા મળી હતી. જેમાં હસીનાએ પોતાના વાળને મિડલ પાર્ટીશન સાથે ખુલ્લા રાખી મેકઅપ મિનિમલ રાખ્યો હતો. જ્યારે બીજા દિવસે તેણે ઓલ વ્હાઇટ લુક પસંદ કર્યો હતો.

Shah Jina