વ્યવસાયે નર્સ પરંતુ ઓળખાઈ છે સ્નેક ગર્લના નામે, પકડી લે છે કિંગ કોબ્રા જેવા સાપો

છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી અંજિતા પાંડેએ સાપને બચાવવાના સાહસિક પ્રયાસોને કારણે સોશિયલ મીડિયા પર “સ્નેક ગર્લ” અને “સ્નેક રેસ્ક્યુઅર” જેવા નામો મેળવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અજિતાએ હજારો સાપોને સુરક્ષિત જંગલોમાં છોડીને તેમના જીવ બચાવ્યા છે.

તેના સાપને બચાવવાના વીડિયો વાયરલ થયા છે અને તેણે જબરદસ્ત ધ્યાન ખેંચ્યું છે. અજિતાને સાપ પ્રત્યેની રુચિ ત્યારે શરૂ થઈ જ્યારે સાપ પકડવા વાળા લોકો તેના ઘરે આવ્યા હતા. ત્યાર બાદ, તેને પુસ્તકો, પેપરો અને ઈન્ટરનેટના માધ્યમથી પોતાને આ વિષયમાં શિક્ષિત કરી. તેણે જાણ્યું કે કેટલાક સાપ ઝેરી હોવા છતાં, મોટાભાગના સાપ હાનિકારક હોતા નથી.

આ જાણકારીથી પ્રેરિત થઈને અજિતાએ સાપની બિનજરૂરી હત્યા રોકવાનું નક્કી કર્યું અને હવે તે સાપના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. અંજિતાએ કોવિડ-19 મહામારી દરમિયાન વિશ્વનો સૌથી મોટા સાપને બચાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. માર્ચ 2017 થી જુલાઈ 2021ની વચ્ચે તેમને 984 સાપોને બચાવ્યા અને વન વિભાગની મદદથી તેમને જંગલોમાં છોડી દીધા.

આ સંખ્યા અંજિતાની મેહનત અને તેના આ ક્ષેત્રમાં અદભુત યોગદાન દર્શાવે છે. આ સાથે અંજિતાએ અને વાઇલ્ડ લાઇફ સંરક્ષણની ટ્રેનિંગ પણ લીધી છે અને તે હંમેશા એવો સંદેશ આપે છે કે જયારે પણ સાપ દેખાઈ ત્યારે તેને નુકશાન પહોંચાડવાના બદલે સાપ પકડવા વાળા એક્સપર્ટને બોલાવો. અંજિતાનું માનવું છે કે સાપોને માર્યા વિના બચાવવા જોઈએ, કારણ કે તેઓ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અંજિતા પાંડે બિલાસપુની એક નર્સિંગ ઓફિસર છે. સાપ પ્રત્યેના તેના જુસ્સા અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી પ્રેરિત, તેના સાપોને બચવાના પ્રયાસોને લોકો સુધી પહોંચાડવા માટે તે ઇન્સ્ટાગ્રામ પર @invicible._ajita નામનું એક પેજ ચલાવે છે. આ પેજ પર તે નિયમિતપણે તેના પ્રાણીઓને બચાવવાના ઉત્તેજક વિડિયોઝ પોસ્ટ કરે છે, જે લોકોને ખૂબ ગમે છે.

Devarsh