હાઈવે પર રિવર્સ થઇ રહી હતી કાર, તયારે જ પાછળથી આવતા ટ્રકે કર્યું એવું… જોવો વીડિયો

અકસ્માતની ઘટનાઓ હંમેશા હ્રદયસ્પર્શી હોય છે. ઈન્ટરનેટ પર હાઈવે પર લાગેલા CCTV કેમેરાના ફૂટેંગ હાલ ઝડપથી વાયરલ થઇ રાહ્ય છે. જેમાં એક રિવર્સમાં આવતી કારને પાછળથી આવતો ટ્રક જોરદાર ટક્કર મારે છે. આ ઘટનામાં ઇનોવા કાર સાથે ટ્રક પણ ઊંધો થઇ જાય છે. આ વીડિયો જોઈ ઈન્ટરનેટના લોકો પણ ગભરાઈ ગયા છે.

કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ આ અકસ્માત માટે બંનેને જવાબદાર ઠેરાવી રહ્યા છે. પરંતુ લોકો ઝડપથી ટ્રક ચલાવતા ટ્રક ચાલકને વધુ દોષિત માની રહ્યા છે. લગભગ 32 સેકન્ડની આ ક્લિપને x પર 2.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. CCTV ફૂટેંગમાં 7 સીટર ઈનોવા કાર રિવર્સમાં આવતા જોઈ શકાય છે.

32 સેકન્ડની આ ફૂટેંગમાં 26 સેકન્ડ સુધી કાર ધીરે ધીરે પાછળ જઈ રહી હોઈ છે. તેટલામાં જ રસ્તા પરની ડાબી બાજુથી એક પૂરઝડપે આવતો ટ્રક ઇનોવા કારને ધડાકા સાથે ઠોકાઈ છે.ક્લિપના છેલ્લા 6 સેકન્ડ ઘણા ખતરનાક હોઈ છે. ટ્રક ટક્કર માર્યા પછી પલટી ખાઈ જાય છે. આ અકસ્માતમાં કાર અથડાયા બાદ ઝાડીઓમાં ઘુસી જાય છે અને ટ્રક રસ્તા પર જ પલટી મારી જાય છે.

હાઈવે પર થયેલા આ અકસ્માતમાં ટ્રક ચાલાક અને ઇનોવાનો ડ્રાઈવર બંને જવાબદાર લાગે છે. પરંતુ યુઝર્સ ટ્રક ચાલાક પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખે છે. કારણકે કાર ચાલાક ભલે ઉંધી દિશામાંથી આવતો હોઈ છે પણ તે ધીરી સ્પીડમાં હોઈ છે. ટ્રક વાળો વધુ ઝડપે વાહન હંકારીને ઇનોવા કારને નુકશાન પહોંચાડે છે.

x પર આ વીડિયોને @gharkekalesh એ 21 નવેમ્બરે પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 2 લાક 70 હજારથી વધુ વ્યુસ અને હજારો લાઇક્સ મળી ચુક્યા છે અને યુઝર્સે આ ઘટના પર ઘણી કોમેન્ટ કરી છે. એ યુઝરે લખ્યું- આ જોવું પણ ડરાવનું છે. આ આપણે રસ્તા પર સતર્ક રહેવાના મહત્વની યાદ અપાવે છે. અન્ય યુઝરે કહ્યું- ટ્રક ચાલાક શું વિચારી રહ્યું હતો? કાર સ્પષ્ટ રીતે સિગ્નલ આપી રહી હતી અને ડાબી લેનમાં વળી રહી હતી તે જોયા વિના આટલી વધુ સ્પીડમાં ટ્રક ચલાવવો. અન્ય એ યુઝરે પૂછ્યું કે ભૂલ કોની છે.

Devarsh