‘બિગ બોસ 18’ નો ડ્રામા અને રોમાંચ વધારવા માટે નિર્માતા દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ નિર્માતાઓએ બે વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટેંટ, દિગ્વિજય સિંહ રાઠી અને કશિશ કપૂરને રજૂ કર્યા, જેઓ છેલ્લે થોડા અઠવાડિયા પહેલા સ્પ્લિટ્સવિલા 15માં સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે બિગબોસના ઘરમાં વધુ ત્રણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ. જેમાં અદિતિ મિસ્ત્રી, એડિન રોઝ અને યામિની મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
અદિતિ મિસ્ત્રી ગુજ્જુ ગર્લ છે, અને એક લોકપ્રિય મોડલ, ડિજિટલ ક્રિએટર અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર છે. અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 2 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. તે ચાહકો સાથે ફિટનેસ-સંબંધિત સામગ્રી શેર કરતી રહે છે. અદિતિએ શરૂઆતથી લઈને તેના વર્તમાન પ્રોજેક્ટ્સ સુધી હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે.
તેણે માત્ર ઇન્ડસ્ટ્રીમાં જ પોતાનું નામ નથી બનાવ્યું પણ અસંખ્ય લોકો માટે પ્રેરણા બની છે. તેણે પોતાને એક મલ્ટી ટાસ્કર તરીકે સાબિત કરી છે. અદિતિ ગુજરાતના અમદાવાદની છે અને તેના પિતા એક બિઝનેસમેન છે. તેણે ફાઇન આર્ટનો અભ્યાસ કર્યો છે અને એટલે તે મોટાભાગે કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તેણે ઓનલાઈન આર્ટ કોર્સ પણ શરૂ કર્યો છે.
View this post on Instagram
તેની પોતાની ગુગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન પણ છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો તેના એક્ટર સાહિલ ખાનને ડેટ કર્યાના અહેવાલો પણ સામે આવ્યા હતા અને બંનેના ઘણા ફોટોઝ પણ વાયરલ થયા હતા.બિગબોસ હાઉસમાં પ્રવેશતા પહેલા અદિતિએ કહ્યું, “હું અહીં મારી હાજરીનો અહેસાસ કરાવવા અને ગેમને શ્રેષ્ઠ આપવા માટે છું. ચાલો જોઈએ કે વસ્તુઓ કેવી રીતે બહાર આવે છે!”
View this post on Instagram
તેનો આત્મવિશ્વાસ તેના શબ્દોમાં સ્પષ્ટ દેખાતો હતો. આ ત્રણેય વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટેંટના ઘરમાં પ્રવેશતાની સાથે જ સમીકરણો બદલાઈ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદિતિની કુલ સંપત્તિ લગભગ 5 કરોડ રૂપિયા છે. તે મુખ્યત્વે મોડેલિંગ, ઇન્ફ્લુએન્સર વર્ક, ફિટનેસ ટ્રેનિંગ અને એપ્લિકેશન્સમાંથી કમાણી કરે છે.
View this post on Instagram