આખરે મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્નગ્રંથીથી જોડાયા છે.મજા’ની કપલ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પૂજા જોશીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે.
‘મજા’ની વેડિંગની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ત્યારે, પૂજા જોશીએ લગ્નની પોસ્ટ શેર કરતાં લખ્યું, “હું અને મારાથી અમે બની ગયા, અમે હંમેશા ખુશીથી જીવીશું..”
‘મજા’ની કપલ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે, ફાઈનલી ભાઈ-ભાભીના લગ્નના ફોટા આવી ગયા.. જુઓ મલ્હાર-પૂજાના લગ્નની તસવીરો.
જાણીતી અભિનેત્રી પૂજા જોશીએ તેના લાંબા સમયના પ્રેમી મલ્હાર ઠાકર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ છે. આ મંગળ પ્રસંગે બંને પ્રેમી પંખીડાઓએ તેમના સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે, જેમાં બંને ખૂબ જ આનંદિત અને ખુશ જોવા મળી રહ્યા છે.પૂજા જોશી, જે હવે પૂજા ઠાકર બની ગઈ છે, તેણે પરંપરાગત વર-કન્યાના પોશાકમાં મલ્હાર સાથે સાત ફેરા લીધા. નવ દંપતીની તસવીરોમાં તેમની આંખોમાં પ્રેમની ચમક અને ચહેરા પર ખુશીની લાલી સ્પષ્ટ દેખાય છે.આ લગ્ન સમારોહમાં બંનેના પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં પૂજા અને મલ્હાર એકબીજાની સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, અને તેમના ચાહકો પણ આ ખુશખબરથી આનંદિત થયા છે. આ નવદંપતીને તેમના નવા જીવનની શરૂઆત માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મલ્હાર-પૂજા લગ્નગ્રંથીમાં જોડાયા 😍 ગુજરાતમાં ચારે કોર મજાની વેડિંગની જ ચર્ચા.. જુઓ મજાની સંગીત નાઈટ