કાર સ્ટન્ટમાં શખ્સએ રોહિત શેટ્ટીને પણ પાછળ છોડ્યો, રસ્તા પર ચલાવી ઉંધી કાર, વાયરલ થયો વીડિયો

ડાઈરેક્ટર રોહિત શેટ્ટી તેની ફિલ્મોમાં કાર સ્ટન્ટ માટે ઘણા પ્રસ્સિદ્ધ છે. તે તેમના શોમાં પણ ગાડી જોડે અલગ-અલગ સ્ટંટો કરાવે છે. કેહવામાં આવે છે કે ગાડીના સ્ટેન્ડમાં તેમની ટક્કરનું કોઈ નથી. પરંતુ એક શખ્સના ગાડીના સ્ટન્ટને જોઈ કોઈ પણ વિચારમાં પડી જશે. કે આ શખ્સ ઉંધી ગાડી કેવી રીતે ચલાવી રહ્યો છે.

ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેને ગાડીને ઉંધી કરી દીધી છે. ગાડીના ટાયર ઉપરની તરફ જોવા મળે છે અને ગાડીની છત નીચેની તરફ જમીન પર હોઈ છે. હેરાન કરવા વળી વાત એ છે કે આ સ્થિતિમાં રાખેલી ગાડીને શખ્સ ઘણી દૂર સુધી ચલાવીને લઇ જાય છે. ગાડી પણ ઘણી આરામથી ચાલતી જોવા મળે છે.

જો કે, અંતમાં ધ્યાનથી જોતા જાણવા મળે છે કે ગાડીને ઉંધી કર્યા બાદ તેમાં નાના પૈડા પણ ફીટ કરવામાં આવ્યા છે, જેના કારણે ગાડી શરળતાથી આગળ વધી શકે છે. ગાડીની નંબરપ્લેટમાં પણ ઇંગ્લિશમાં ઉંધી ગાડી લખેલું છે. રસ્તા પરથી જવા વાળા લોકો પણ જિજ્ઞાસાથી તેને જોવા નજરે આવે છે. આ વાયરલ ક્લિપ સોશ્યિલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બની ગયું છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ artist.bs_ytપર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી યુઝર્સ થોડી ચૂપ બેસવાના હતા. યુઝર્સે આ વીડિયોમાં તેમની ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે- અત્યાર સુધી ઇન્સ્ટા પર ઊંધા મકાનો જોવા મળી રહ્યા હતા, હવે ગાડી પણ ઉંધી ચાલવા લાગી. અન્ય એક યુઝરે લખ્યું- તે માટે જ ભારત બિગિનર્સ માટે નથી.

 

View this post on Instagram

 

A post shared by BS KE EXPERIMENT 🧨 (@artist.bs_yt)

Devarsh