લાલ સાડી પહેરીને યુવતી એવી રીતે મોલમાં ગઈ કે…પલ્લું લહેરાવતા થયું આવું….લોકોએ ફરી-ફરીને…વીડિયો થયો વાયરલ

સાડી પહેરીને મોલમાં ગઇ છોકરી, વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- ચાલતી-ફરતી હિરોઈન

ભારતીય સાડીનો કોઈ જવાબ નથી. સાડી પહેરવા વાળી દરેક મહિલા ઘણી સુશીલ અને સુંદર લાગે છે. જો કે સાડી પહેરવાનો અંદાજ ભલે ધીરે-ધીરે બદલાઈ રહ્યો હોય. ભારત સિવાય વિદેશમાં પણ કેટલીક છોકરીઓ સાડી પહેરતી જોવા મળે છે. જેનાથી જોડાયેલા વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે અને લોકોનું ધ્યાન આકર્ષે છે. આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા લાલ સાડી પહેરી મોલની અંદર જાય છે.

તે જેમ જેમ આગળ જાય છે તેમ લોકો તેને પાછા ફરી-ફરીને જોવે છે. પુરુષો હોય કે મહિલા દરેક તે યુવતીને જોવા લાગે છે. સોશ્યિલ મીડિયામાં આ યુવતીનો લાલ સાડી વાળો વીડિયો યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોને તૈનશ્કા ચૌહાણ એ શેર કર્યો છે. જે પોતે વીડિયોમાં જોવા મળી રહી છે. તૈનશ્કા ઇન્સ્ટાગ્રામ પર મોટા ભાગે સાડી પહેરીને વીડિયો શેર કરતી જોવા મળે છે.

ઘણા વીડિયોમાં સાડી પહેરીને તે ડાન્સ કરતી પણ જોવા મળે છે, અને ઘણામાં તે રસ્તા પર રેમ્પ વોક કરતી જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લાલ સાડી પહેરી તૈનશ્કા મોલની અંદર જાય છે અને સાડી લહેરાતી આગળ વધે છે, ત્યારે એક છોકરો તેને જોયા જ કરે છે. તૈનશ્કા સાડીમાં એટલી સુંદર લાગે છે કે છોકરો તેને જોયા વગર રહી ના શક્યો. તેના પછી તે આગળ જાય છે તો એક કપલ તેને વળીને જોવે છે. સાડીમાં તેની આકર્ષક સ્ટાઈલને કારણે લોકો કદાચ તેને જોઈ રહ્યા હતા. લાલ સાડીમાં તૈનશ્કા જ્યાં જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેને જોવે છે.

એક જગ્યા પર તો માં-પુત્રી બંને તેને જોવે છે. ઇન્સ્ટાગ્રામ પર તૈનશ્કાનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકોએ આ વીડિયોને જોયો છે અને લાઇક કર્યો છે. આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતા એકે લખ્યું- ચાલતી-ફરતી સાયબર સિટીની હિરોઈન. જો કે એક યુઝરે આને વાહિયાત ગણાવ્યું.અને લખ્યું કે આ બકવાસ છે. મેહરબાની કરીને કોઈની મંજૂરી વગર અજનબીઓને આ પ્રકારના વીડિયોમાં ના બતાવો.

ત્યાં વધુ એકે લખ્યું- અમે છોકરોઓ દિલના ઘણા સારા છીએ. કોઈને ખોટુંના લાગે તે માટે અમે બધાને જોઈએ છીએ. જ્યારે બીજા એકે લાખ્યું- મોલમાં સાડી પેહરીને ફરવા જાવ તો લોકો જોશે જ ને..

Devarsh