‘શાકાલાકા બૂમ બૂમ’ ફેમ કિંશુક વૈદ્ય એ કર્યા GF સાથે લગ્ન, મરાઠી પરંપરામાં લીધા ફેરા- 2015થી કપલ કરી રહ્યા હતા ડેટિંગ
‘શાકાલાકા બૂમ બૂમ’માં સંજુની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલ કિંશુક વૈદ્ય એ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ દીક્ષા નાગપાલ સાથે લગ્ન કર્યા છે. બંનેએ 22 નવેમ્બરના રોજ અલીબાગમાં ઇન્ટિમેટ વેડિંગ સેરેમની કરી હતી. તેમના લગ્નમાં પરિવારજનો અને ખાસ મિત્રોએ જ હાજરી આપી હતી.
લગ્ન માટે કિંશુકે ક્રીમ અને રેડ શેરવાની સાથે પાઘડી પહેરી હતી. જ્યારે દીક્ષાએ પરંપરાગત મહારાષ્ટ્રીયન લુક પસંદ કર્યો. કિંશુક અને દીક્ષાના લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઇએ કે સંજુ એટલે કે કિંશુકની પત્ની વ્યવસાયે કોરિયોગ્રાફર છે.
ટીવી હોય, ઓટીટી હોય કે પછી બોલિવૂડ તેણે ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.દીક્ષા ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે, તેણે તાજેતરમાં જ કાર્તિક આર્યનની ‘ભૂલ ભૂલૈયા 3’માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલનને કોરિયોગ્રાફી શીખવી હતી. ઉલ્લેખનીય છે કે કિંશુક અને દીક્ષા આ વર્ષે ઓગસ્ટમાં જ પરિવારના સભ્યોની હાજરીમાં સગાઈના બંધનમાં બંધાયા હતા.
ત્યારે હવે કપલના લગ્ન બાદ સંજુના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. શાહિર શેખ, હિબા નવાબ, હિમાંશુ સોની અને સુમેધ મુદગલકા સહિત અનેક ટીવી કલાકારો અને કપલના મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સંબંધિત પોસ્ટ્સ શેર કરી હતી.
View this post on Instagram
શાહીરે એક વીડિયો શેર કરી કિંશુક અને દીક્ષાને અભિનંદન આપ્યા. જણાવી દઈએ કે, કિંશુક અને દીક્ષાએ 2015માં તેમના સંબંધોની શરૂઆત કરી હતી. તેઓએ આ વર્ષે 23મી ઓગસ્ટે સગાઈ કરી હતી.
View this post on Instagram