વારાણસીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સ્કૂલ યુનિફોર્મમાં એક છોકરીએ ચતુરાઈપૂર્વક સ્કૂટી ચોરી કરી. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. ત્યારે હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઈ ગયો.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સ્કૂલ યુનિફોર્મમાં રહેલી છોકરી સ્કૂટીની આસપાસ ફરતી દેખાય છે. તેણે સ્કૂટી હટાવવાના બહાને માલિક પાસેથી ચાવી માંગી. આ દરમિયાન તે સ્કૂટીને આગળ-પાછળ ખસેડતી વખતે ઉપર લગાવેલા સીસીટીવી કેમેરા તરફ પણ નજર કરતી જોવા મળે છે. અચાનક, કોઈ યોજના સાથે તે સ્કૂટી સ્ટાર્ટ કરીને ઝડપથી ત્યાંથી ભાગી નીકળી.
આ ચોરીની ઘટનાની વિશેષતા એ છે કે છોકરીએ સંપૂર્ણ યોજનાબદ્ધ રીતે આ કામ અંજામ આપ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝરે આ વીડિયો શેર કરતા લખ્યું કે વારાણસીમાં સ્કૂલ ડ્રેસમાં બે છોકરીઓએ સ્કૂટી ચોરી કરી, જેમાં તેમણે સ્કૂટી ખસેડવાના બહાને ચાવી માંગી અને પછી ફરાર થઈ ગઈ.સીસીટીવી ફૂટેજમાં છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસને તેની શોધખોળમાં મદદ મળશે. પીડિત મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
View this post on Instagram