જન્નત ગર્લને ભૂલી ગયા શું ? ક્યાં છે આ દિવસોમાં સોનલ ચૌહાણ, ઇમરાન હાશ્મી સાથે કર્યુ હતુ ડેબ્યુ

ઝરા સી દિલ મેં દે જગહ જન્નત ગર્લને ભૂલી ગયા શું ? ક્યાં છે આ દિવસોમાં સોનલ ચૌહાણ, બિકીની વાળી તસવીરો આવી ગઈ, જુઓ

બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે કોઈને કોઈ ફિલ્મ દ્વારા ફેમસ તો થઈ પરંતુ સમય સાથે ગુમ થઇ ગઈ. તેમાંથી એક સોનલ ચૌહાણ છે જે આજે બોલિવૂડથી દૂર છે. સોનલ ચૌહાણે હિન્દી ફિલ્મોમાં બહુ ઓછું કામ કર્યું છે પરંતુ અભિનેત્રી સાઉથની ફિલ્મોમાં ઘણી એક્ટિવ છે. આજે પણ તે સાઉથ સિનેમાની ફિલ્મો કરી રહી છે જ્યારે હિન્દી સિનેમાની કોઈપણ ફિલ્મમાં આવવાનું ઝિક્ર નથી.

સોનલ ચૌહાણને હિન્દી સિનેમામાં સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ જન્નતથી મળી હતી, જે વર્ષ 2008માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી અને તેનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી તેણે કેટલીક હિન્દી ફિલ્મો કરી પરંતુ વધુ લોકપ્રિયતા મેળવી શકી નહીં. 16 મે 1987ના રોજ દિલ્હીમાં જન્મેલી સોનલ ચૌહાણ રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

સોનલે નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાંથી ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન કર્યું. વર્ષ 2005માં સોનલ ચૌહાણે મલેશિયાના સરાવકમાં મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીત્યો હતો. આ પ્રકારનો ખિતાબ મેળવનાર સોનલ પ્રથમ ભારતીય મહિલા છે. સોનલ ચૌહાણ FHMના કવર પેજ પર પણ દેખાઈ, જેનાથી તેને ઘણી લોકપ્રિયતા મળી.

વર્ષ 2006માં હિમેશ રેશમિયાનું સુપરહિટ આલ્બમ ‘આપકા સુરૂર’ આવ્યુ, જેના ગીત ‘સમજો ના’માં સોનલ ચૌહાણ પહેલીવાર જોવા મળી હતી. અહીંથી જ મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ જન્નત માટે સોનલને પસંદ કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન કુણાલ દેશમુખે કર્યું હતું. લોકોને ફિલ્મ જન્નતના ગીતો, કહાની અને ડાયલોગ્સ ખૂબ જ પસંદ આવ્યા હતા.

સોનલ ચૌહાણને આ ફિલ્મથી ઘણી લોકપ્રિયતા મળી અને આ તેની કારકિર્દીની એકમાત્ર હિન્દી ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. સોનલ ચૌહાણ હાલમાં સાઉથની ફિલ્મોમાં કામ કરી રહી છે. સોનલ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. ચાહકો હજુ પણ તેને ખૂબ જ પસંદ કરે છે.

સોનલ ચૌહાણ છેલ્લે ફિલ્મ આદિપુરુષ (2023)માં જોવા મળી હતી. જેમાં તેણે રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવી હતી. ‘આદિપુરુષ’માં સોનલ ચૌહાણનો ખૂબ જ નાનો રોલ હતો અને તેની નોંધ પણ લેવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનલ ચૌહાણ હાલમાં કેટલીક સાઉથ ઇન્ડિયન ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનલ ચૌહાણ મણિપુરીના રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સોનલ ચૌહાણ ફિલ્મો ઉપરાંત જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, સોનલ ચૌહાણ હાલમાં 60 થી 65 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.

Shah Jina