52 કરોડમાં વેચાયુ સિલ્વર ટેપથી દિવાલ પર ચોંટાડેલ આ કેળું….કારણ જાણીને મગજ ઘુમરે ચડી જશે, જુઓ

આપણે અવારનવાર સાંભળીએ છીએ કે કોઇ આર્ટનું એન્ટિક પીસ લાખો રૂપિયામાં વેચાય છે. ક્યારેક ક્યારેક આ વાત 2-3 કરોડ રૂપિયા સુધી પણ પહોંચી જતી હોય છે. આવી એન્ટિક આર્ટ જોઈને આપણને પણ નવાઈ લાગે છે. પરંતુ જેઓ કલાને સમજે છે તેઓ તેને ખરીદવા માટે ઊંચી બોલી લગાવે છે. આવી જ એક અનોખી ઘટના સામે આવી. એક કેળાને સિલ્વર ટેપ વડે દિવાલ પર ચોંટાડવામાં આવ્યું હતુ. નામ આપવામાં આવ્યું છે ‘કોમેડિયન’. ન્યુયોર્કમાં આ આર્ટની હરાજી યોજાઈ હતી.

શું તમે જાણો છો કે તે કેટલામાં વેચાયું ? 52 કરોડથી પણ વધુ રૂપિયામાં….જી હાં, આ બિલકુલ સાચુ છે. એક કેળાની કિંમત નોર્મલી કેટલી હોય…50, 80 કે પછી 100 રૂપિયા, જો કે અમે તમને જે કેળા વિશે જણાવી રહ્યા છીએ તે 52 કરોડ રૂપિયામાં વેચાયુ. આશ્ચર્યચકિત ના થશો, અમે તમને તેની પાછળની સંપૂર્ણ કહાની જણાવી રહ્યા છીએ. વાસ્તવમાં, હરાજીમાં દિવાલ પર ટેપ સાથે ચોંટાડેલા આ કેળાને ખરીદવા માટે લોકોમાં હરીફાઈ હતી.

દરેક વ્યક્તિ તેની મહત્તમ કિંમત ચૂકવવા તૈયાર હતા. આ કેળા માટે 5.2 મિલિયન ડોલર સુધીની બોલી લગાવવામાં આવી હતી, ખરીદદારો તેના માટે 43 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર હતા, પરંતુ ચીનના પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગસાહસિક જસ્ટિન સન એ 6 અન્ય ખરીદદારોને પાછળ છોડીને 52 કરોડ રૂપિયામાં કેળું ખરીદ્યું. આ એક પ્રખ્યાત આર્ટવર્કની હરાજી હતી. આર્ટવર્કના નામે કેળાને ટેપ કરીને દિવાલ પર ચોંટાડી દેવામાં આવ્યુ હતુ. આ માત્ર દિવાલ પર ચોંટાડેલુ કેળું નથી પરંતુ મોરિજિયો કૈટેલનનું આર્ટવર્ક છે, જે કોમેડિયનને દર્શાવે છે.

પ્રેંકસ્ટર મોરિજિયો કૈટેલન કોમેડિયનના આ આર્ટવર્કે આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી છે, દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. 2019માં કોમેડિયન નામની કલાકૃતિના ત્રણ સંસ્કરણો વાયરલ થયા હતા, આ તેમાંથી એક છે જેની હરાજી ન્યુયોર્કમાં સોથબી ખાતે કરવામાં આવી હતી. આ કેળાની હરાજી 800,000 યુએસ ડોલરથી શરૂ થઈ હતી જે ધીરે ધીરે 5.2 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી.

Shah Jina