3 ફૂટ 8 ઇંચ હાઇટ, અંડરગાર્મેન્ટ્સમાં બોલ્ડ ફોટોશૂટ અને ગ્લેમરસ લાઇફ… BF ને લઇને ચર્ચામાં છે આ નાનકડી મોડલ
બ્રિટનના ગ્લોસ્ટરશાયરની 23 વર્ષીય કેટ હેલિયર પોતાને બ્રિટનની સૌથી નાની ગ્લેમર મોડેલ કહે છે. પોતાની અનોખી છબી અને આત્મવિશ્વાસ સાથે, કેટ પોતાની ઓળખ બનાવી રહી છે અને તેના ‘પિન્ટ-સાઈઝ’ શરીરથી ઘણા પૈસા કમાઈ રહી છે. કેટની હાઇટ ફક્ત 3 ફૂટ 8 ઇંચ છે, જો કે તેનાથી તેનો આત્મવિશ્વાસ બિલકુલ ઓછો થતો નથી. તેને તેની સફળતા અને નિર્ણયો પર ખુલ્લેઆમ ગર્વ છે. કેટે જણાવ્યું કે તે ગ્લેમર અને મોડેલિંગની દુનિયામાં કેવી રીતે પ્રવેશી ?
તે કહે છે કે દુનિયા ગમે તે કહે તમારા સપનાઓ જીવો. કેટે ફેશન સંબંધિત પોસ્ટ્સ પોસ્ટ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @asliceofcait પર 26.9K ફોલોઅર્સ છે. તેણે કહ્યું કે મેં લગભગ છ-સાત વર્ષ પહેલાં ફેશનને લગતી વસ્તુઓ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષમાં મેં તેને ગંભીરતાથી લીધું અને એક યોગ્ય ઇન્ફ્લુએન્સર બની. જો કે, ફેશન સુધી મર્યાદિત ન રહેતા કેટે વધુ બોલ્ડ અને રેસિયર ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું.
તેણે કહ્યું કે મેં ઇન્સ્ટાગ્રામ પર લિંઝરીમાં ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને કલ્પના પણ નહોતી કરી કે તેની આટલી મોટી અસર પડશે. હું બીજાને બતાવવા માંગતી કે તમારા શરીર પ્રત્યે આત્મવિશ્વાસ રાખવો કેટલો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મારી પરિસ્થિતિમાં. તમારે પોતાને છુપાવવાની જરૂર નથી. કેટને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે તે પોતાની મહેનતને ફ્રીમાં પેશ કરી રહી છે. તેણે નક્કી કર્યું કે આ કામ ઓન્લીફેન્સ પાસે લઈ જવાનું વધુ સારું રહેશે.
તેણીએ કહ્યું કે મેં અને મારા જીવનસાથીએ તેને ઓન્લીફેન્સમાં લઈ જવાનું અને વ્યાવસાયિક શૂટિંગ દ્વારા પૈસા કમાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેના પરિવારે તેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ હવે તેઓ કેટની સફળતાથી ખુશ છે. કેટે કહ્યું કે મારા પરિવારને હવે ગર્વ છે કે હું સારી રીતે કામ કરી રહી છું. કેટનો પાર્ટનર તેના કામમાં તેને સંપૂર્ણ ટેકો આપે છે. તે ફક્ત તેના કરિયરને પ્રોત્સાહન નથી આપતો પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ નજર રાખે છે.
કેટે કહ્યું કે મારો બોયફ્રેન્ડ મારા ઇન્સ્ટાગ્રામ મેસેજ ચેક કરે છે જેથી મને અનિચ્છનીય અને ગ્રાફિક મેસેજ ન જોવા પડે. આ એક મોટી રાહત છે. કેટ માને છે કે ઓન્લીફેન્સની કમાણીમાં વધઘટ થઈ શકે છે. આમ છતાં, તેને આ નોકરી તેની લવચીક જીવનશૈલી માટે આદર્શ લાગે છે. તેણે કહ્યું કે હું જ્યારે ઇચ્છું ત્યારે રજા પર જઈ શકું છું અને મારા પરિવારને મળી શકું છું. મને આમાં કોઈ શરમ નથી. માર્કેટિંગ ડિગ્રી ધરાવતી કેટ અગાઉ નાના વ્યવસાયોને સોશિયલ મીડિયા પર સ્થાપવા અને બ્રાન્ડ બનાવવામાં મદદ કરતી હતી. પરંતુ નિયમિત 8 કલાકની નોકરી તેને અનુકૂળ ન આવી.
તેણે કહ્યું કે જ્યારે હું ઓછા સમયમાં વધુ કમાણી કરી શકું છું, તો હું ઓછા પગારવાળી નોકરી શા માટે કરું ? આજે કેટ ફક્ત લિંઝરી જેવા બોલ્ડ આઉટફિટમાં ફોટા અને વીડિયો વેચીને પૈસા કમાય છે. સ્વિમવેર અને લેટેક્સજેવા બોલ્ડ આઉટફિટ પહેરીને ફોટા અને વીડિયો વેચીને પણ ઘણા પૈસા કમાય છે. તે માત્ર આર્થિક રીતે સ્વતંત્ર નથી, પરંતુ એક આત્મનિર્ભર જીવનશૈલી પણ જીવી રહી છે. તેનું માનવું છે કે તમારા નિર્ણયો પર ગર્વ હોવો અને બીજાઓને પ્રેરણા આપવી એ સૌથી મોટી સફળતા છે.
View this post on Instagram