‘મધરો દારૂડો મહેકે સે…’ ગીત પર દર્શન રાવલે તેના ભાઇબંધો સાથે કર્યો એવો ધમાકેદાર ડાંસ કે…જુઓ વીડિયો

પોંચ વાગે ને પગ મારા તુટે, હે મોડુ થાય તો માથુ મારુ દુઃખે, આ ભાઈબંધો એ-આ દોસ્તારો એ, આ ભાઈબંધો લત્તે લગાડ્યો રે મધરો દારુડો મહેકે સે…આ ગીત વાગે ને કોઇના પગ ના ઉપડે એવું કઇ રીતે બને….આ ગીત પર સામાન્ય લોકો જ નહિ પણ આપણો લોકલાડીલો દર્શન રાવલ પણ ઝૂમી ઉઠ્યો…

એ તો જગજાહેર છે કે રિયાલિટી શો ઇન્ડિયાઝ રો સ્ટારથી પોતાની સફર શરૂ કરી સંગીત જગતમાં લોકપ્રિય બનેલા સિંગર દર્શન રાવલ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયો છે. દર્શને ખૂબ જ ધામધૂમથી પોતાના લોન્ગટાઇમ લવ ધરલ સાથે ફેરા લીધા. ત્યારે દર્શનની સંગીત સેરેમનીનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં દર્શન તેની સ્કવોડ સાથે ગુજરાતી ફિલ્મ હાહાકારની ગીત મધરો દારૂડો મહેકે સે પર ધમાકેદાર ડાંસ કરતો જોવા મળે છે. દર્શનના લગ્નની વાત કરીએ તો તેણે તેની શ્રેષ્ઠ મિત્ર ધરલને પોતાની જીવનસાથી બનાવી છે. દર્શન અને ધરલે સંયુક્ત રીતે લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેમની ખુશી ચહેરા પર સ્પષ્ટ ઝળકી રહી હતી.

જ્યારથી રેડ લહેંગામાં દર્શનની દુલ્હનની તસવીરો સામે આવી કે લોકોની તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ. લોકો ધરલના બ્રાઇડલ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. દર્શન અને ધરલની લગ્નની તસવીરોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરી પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

Shah Jina