કરણવીર મેહરા જીત્યો બિગબિસનો ખિતાબ, સલમાન ખાને કર્યુ ‘Bigg Boss 18’ વિનરનું એનાઉન્સમેન્ટ

કરણવીર મેહરા બન્યો ‘બિગ બોસ 18’ વિનર, વિવિયન ડીસેના રહ્યો ફર્સ્ટ રનરઅપ

‘બિગ બોસ 18’ વિનર બન્યો કરણવીર મેહરા, ટ્રોફી સાથે જીતી લાખોની પ્રાઇસ મની

કરણવીર મહેરાએ બિગ બોસ 18નો ખિતાબ જીતી લીધો છે. તે શરૂઆતથી જ સલમાન ખાનના શોનો ભાગ હતો. કરણવીર મહેરા સાથે વિવિયન ડીસેના રેસમાં હતો. બિગ બોસ 18 હાઉસમાં કરણવીર મહેરા પોતાની અલગ રમત અને વર્તનને કારણે હંમેશા ચર્ચામાં રહ્યો. શોની સફર દરમિયાન તે ઘણા લોકો સાથે ખૂબ લડતો જોવા મળ્યો.

બિગ બોસ 18નો ફિનાલે ખૂબ જ રોમાંચક અને યાદગાર રહ્યો, કારણ કે દર્શકોને અહીં ઘણા એવા ટ્વિસ્ટ જોવા મળ્યા, જેના વિશે તેમણે વિચાર્યું પણ નહોતું. છેલ્લા અઠવાડિયામાં પહોંચેલા તમામ સ્પર્ધકોમાંથી પહેલા ઈશા સિંહને બહાર કરવામાં આવી, પછી ચુમ દરાંગને એવિક્ટ કરાયા. આ પછી અવિનાશ મિશ્રાની સફર પણ સમાપ્ત થઈ.

આ બધાના પછી વિવિયન ડીસેના, કરણવીર મહેરા અને રજત દલાલ ટોપ 3માં પહોંચ્યા. જણાવી દઈએ કે બિગ બોસ 18ના ફિનાલેમાં સલમાન ખાને બધા સ્પર્ધકો સાથે ખૂબ મસ્તી કરી અને તેમના પરિવારોને પણ ઘણા પ્રશ્નો પૂછ્યા. આ ઉપરાંત, બધા સ્પર્ધકોએ એકબીજા સાથે શાનદાર પ્રદર્શન કર્યું.

આ ઉપરાંત આમિર ખાન, તેનો પુત્ર જુનૈદ અને અભિનેત્રી ખુશી કપૂર પણ બિગ બોસ 18 ના ફિનાલે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાની ફિલ્મ લવયાપ્પાનું પ્રમોશન કર્યું. સલમાન ખાન અને આમિર ખાને ખૂબ મજા કરી.’બિગ બોસ 18′ ટ્રોફીની રેસમાં કરણવીર મહેરા, રજત દલાલ અને વિવિયન ડીસેના વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, પરંતુ કરણવીર બિગ બોસ 18 ના વિજેતા તરીકે ઉભરી આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શરૂઆતથી જ તેને ટ્રોફીનો મજબૂત દાવેદાર વિવિયન ડીસેનાને માનવામાં આવતો હતો. જો કે કરણવીર મહેરાએ 18 સિઝન પોતાના નામે કરી. બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધકો અંકિતા લોખંડે અને વિકી જૈન પણ તેમના આગામી શો ‘લાફ્ટર શેફ્સ 2’ વિશે વાત કરવા માટે ફિનાલેમાં જોડાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કરણવીર મહેરાની વાત કરીએ તો તેણે 2005માં ‘રીમિક્સ’ શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ‘બીવી ઔર મૈં’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. તે ‘રાગિની એમએમએસ 2’, ‘મેરે ડેડ કી મારુતિ’, ‘બ્લડ મની’, ‘બદમાશિયાં’ અને ‘આમીન’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કર્યુ છે. તે ‘ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 14’ પણ જીતી ચૂક્યો છે.

Shah Jina