IPL 2025 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સ્પિનર મહિષ તિક્ષણા લગ્ન થયા હતા. શ્રીલંકન તિક્ષણા IPLની આગામી એટલે કે 18મી સિઝનમાં સંજુ સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે.
ટીમના પૂર્વ ખેલાડીના લગ્નની માહિતી CSKના સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવી હતી. તિક્ષણાને ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીનું બ્રહ્માસ્ત્ર પણ માનવામાં આવતું હતું. જો કે, ટીમે તેને 2025 સીઝન માટે ખરીદ્યો ન હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત, SA20 લીગ ફ્રેન્ચાઈઝી જોબર્ગ સુપર કિંગ્સે પણ તિક્ષણાને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. જણાવી દઈએ કે તિક્ષણાની પત્નીનું નામ અર્થિકા યોનાલી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્થિકા યોનાલી વ્યવસાયે કેબિન ક્રૂ છે. અર્થિકા લાંબા સમયથી તિક્ષણા સાથે સોશિયલ મીડિયા પોસ્ટમાં જોવા મળી રહી છે.ઘણીવાર તે અર્થિકા યોનાલી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો.
અર્થિકા તેની સુંદરતા માટે ઘણી ફેમસ છેઉલ્લેખનીય છે કે મહિષ તિક્ષણાને IPL 2025 માટે રાજસ્થાન રોયલ્સે 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.