દર્શન રાવલની પત્નીએ લગ્ન બાદ શેર કરી રોમેન્ટિક તસવીરો, લખ્યુ- માય સેફ પ્લેસ…
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો મશહૂર સિંગર દર્શન રાવલ કે જેના અવાજ અને ચહેરા પર મરનારા લોકોની કોઈ કમી નથી અને તેના એક એક ગીતની તેના ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે, ખાસ તો ફીમેલ ફેન્સમાં તેની હાઇપ ખૂબ જ વધારે છે. જો કે હાલમાં જ સિંગરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના ફીમેલ ફેન્સના દિલ તોડી નાખ્યા.દર્શન રાવલ ગુપચુપ રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. દર્શને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, માય બેસ્ટફ્રેન્ડ ફોરેવર’.

સિંગરની પત્નીનું નામ ધરલ સુરેલિયા છે, જેની સાથે સિંગરે 18 જાન્યુઆરી 2025ના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા. ધરલ સુરેલિયા વ્યવસાયે આર્કિટેક્ટ, કલાકાર અને ડિઝાઇનર છે.દર્શન અને ધરલ સુરેલિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને આખરે બંનેએ તેમના સંબંધોને હવે એક ડગલું આગળ વધાર્યુ. ધરલ સુરેલિયાએ લગ્ન બાદ દર્શન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી, જેમાં બંને ટ્રેડિનશનલ આઉટફિટમાં જોવા મળે છે.

ધરલ સાડીમાં સુંદર લાગી રહી છે જ્યારે દર્શન પણ હેન્ડસમ લાગી રહ્યો છે.આ તસવીરો શેર કરતા ધરલે લખ્યુ- માય સેફ પ્લેસ…દર્શન રાવલની વાત કરીએ તો તે સ્ટાર પ્લસના વર્ષ 2014માં આવેલ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ રો સ્ટાર’નો રનરઅપ રહ્યો હતો, તેણે ઘણી ફિલ્મોમાં સુપરહિટ આલ્બમ્સ આપ્યા છે, જેમાં ‘પ્રેમ રતન ધન પાયો’, ‘સનમ તેરી કસમ’, ‘લવ આજ કલ’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ સહિત અન્યનો સમાવેશ થાય છે.

તેણે હિન્દી ઉપરાંત ગુજરાતી, પંજાબી અને બંગાળી ભાષાઓમાં પણ કામ કર્યું છે.જણાવી દઈએ કે દર્શનને તેના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી. લગ્નની તસવીરો પહેલા, બંનેએ ક્યારેય એકબીજા સાથેની કોઈ તસવીર પોસ્ટ કરી ન હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર્શન અને ધરલ છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે.

ધરલ એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે. આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યા પછી, ધરલે પોતાનો સ્ટુડિયો બટર કોન્સેપ્ટ શરૂ કર્યો. તે આ સ્ટુડિયોની સ્થાપક છે. એક સમયે દર્શન રાવલનું નામ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા સાથે જોડાયું હતું. એવા અહેવાલો હતા કે બંને રિલેશનશિપમાં હતા, જો કે પાછળથી આ અહેવાલ અફવાઓ સાબિત થયા. બંને મ્યુઝિક વિડીયો તુ હૈ માં સાથે જોવા મળી ચૂક્યા છે. સિંગર દર્શન રાવલ 30 વર્ષનો છે અને ગુજરાતના અમદાવાદમાં તેનો જન્મ થયો હતો.

રિયાલિટી શો ઇન્ડિયાઝ રો સ્ટારમાં ભાગ લીધા બાદ અને ફર્સ્ટ રનર-અપ રહ્યા બાદ તેને ઘણી લોકપ્રિયતા મળી અને પછી તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો. તેણે એક લડકી કો દેખા તો ઐસા લગા, લવયાત્રી, શમશેરા અને બીજી ઘણી હિન્દી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.