‘સ્ટ્રેચર લાવો હું સૈફ અલી ખાન છું…’ ખૂનથી લથપથ આખો કુર્તો, તૈમુરનો હાથ થામી પાડી બૂમો…ઓટો ચાલકે જણાવી પૂરી કહાની

‘હું સૈફ અલી ખાન છું, જલ્દી સ્ટ્રેચર લાવો’, દર્દમાં એક્ટરે પાડી બૂમો- ઓટો ચાલકે જણાવી તે રાતની કહાની

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. હુમલા બાદ સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આ સ્થિતિમાં અભિનેતાને ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કે મોડી રાત્રે ઘરે કોઈ ડ્રાઈવર ન હોવાને કારણે સૈફને ઓટોમાં લઇ જવાની ફરજ પડી હતી. જે ઓટોમાં સૈફ અલી ખાન પોતાના પુત્ર તૈમૂર સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો તે ઓટો ડ્રાઈવરે તે રાતની આખી કહાની વર્ણવી છે.

ઓટો રિક્ષા ચાલકનું નામ ભજન સિંહ છે અને તે ઉત્તરાખંડના છે. છેલ્લા 20 વર્ષથી તે ઓટો ચલાવે છે. ઓટો ડ્રાઇવરે કહ્યું કે તે નાઇટ ડ્યુટી જ કરે છે. ડ્રાઈવરના કહેવા મુજબ, તેણે સૈફ અલી ખાન, તેના પુત્ર તૈમૂર અને અન્ય એક વ્યક્તિને બિલ્ડિંગના ગેટની બહારથી બેસાડ્યા હતા. અભિનેતા અને તેના સાથીઓએ ડ્રાઇવરને પૂછ્યું હતું કે હોસ્પિટલ પહોંચવામાં કેટલો સમય લાગશે. ડ્રાઇવરે એમ પણ કહ્યું કે સૈફ અલી ખાને તે સમયે સફેદ કુર્તો પહેર્યો હતો, જે લોહીથી લથપથ હતો. તેમણે એકબીજા સાથે વાત કરી અને ઓટો ડ્રાઈવરને લીલાવતી હોસ્પિટલ લઈ જવા કહ્યું.

ડ્રાઈવરે કહ્યુ કે તેને ખબર નહોતી કે તેની ઓટોમાં બેઠેલો ઘાયલ વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાન છે. હોસ્પિટલ પહોંચ્યા પછી ઓટોમાંથી નીચે ઉતરતા જ તેણે સૈફને ઓળખી લીધો. તેણે ગાર્ડને કહ્યું, ‘સ્ટ્રેચર લાવો, હું સૈફ અલી ખાન છું.’ ઓટો ડ્રાઈવરે જણાવ્યું કે સૈફ અલી ખાનના બિલ્ડિંગના ગેટ પર ઘણા લોકો ઉભા હતા અને રિક્ષા-રિક્ષાની બૂમો પાડી રહ્યા હતા. તેની સાથે ઓટોમાં બે લોકો હતા, એક તેનું બાળક હતું, હું બીજા વ્યક્તિને ઓળખતો નથી પણ તેની ઉંમર 40 થી 50 વર્ષની વચ્ચે હતી.

અભિનેતા પોતે ઓટોમાંથી ઉતરીને હોસ્પિટલની અંદર ગયા. ઓટો ડ્રાઈવર કહે છે કે તેને ખ્યાલ નહોતો કે તેણે જે વ્યક્તિને મદદ કરી હતી તે સૈફ અલી ખાન છે. પણ તે સૈફને મદદ કરવા માટે ખુશ છે. જણાવી દઇએ કે, 16 જાન્યુઆરીએ મોડી રાત્રે 2 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો. અભિનેતાના ઘરના મહિલા સ્ટાફે તે માણસને જોયો અને એલાર્મ વગાડ્યો. સૈફ અલી ખાન તે માણસનો સામનો કરવા ગયો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ચોરીના ઇરાદે ઘરમાં ઘુસ્યો હતો. આવી સ્થિતિમાં તેણે સૈફ પર છરીથી હુમલો કર્યો. હુમલાખોરે સૈફને છ ઘા માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. છરીનો એક ભાગ અભિનેતાના કરોડરજ્જુ પાસે ફસાઈ ગયો હતો. સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને સર્જરી કરવામાં આવી. હવે અભિનેતા સ્વસ્થ છે અને તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સૈફના કરોડરજ્જુમાંથી છરીનો 3 ઇંચનો ટુકડો કાઢવામાં આવ્યો છે.

જો છરીનો તે ભાગ એક મિલીમીટર પણ આગળ ગયો હોત, તો સેફનો જીવ જોખમમાં આવી શક્યો હોત. ફિલ્મોમાં 10 બદમાશોને એક ઝટકામાં હરાવનાર સૈફ અલી ખાન રિયલ લાઇફમાં પણ કોઈ હીરોથી ઓછો નથી. આ વાત અમે નહિ પરંતુ લીલાવતી હોસ્પિટલના ડોકટરો પણ માની રહ્યા છે. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસરે જણાવ્યું કે તે તેમના પુત્ર તૈમૂર સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.

Shah Jina