દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની ઉંચાઈ વધારે હોય, પરંતુ જ્યારે તમારી હાઈટ જરૂર કરતા વધારે થઈ જાય ત્યારે શું થાય ? આવા સંજોગોમાં જીવનમાં કઇ-કઇ સમસ્યાઓ ઊભી થઈ શકે ? આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં એક બ્રિટિશ મહિલાએ વીડિયો બનાવીને પોતાનો અનુભવ શેર કર્યો. મહિલાની ઉંચાઈ 6.7 ફૂટ છે.
સામાન્ય રીતે લોકો ઉંચી હાઇટને વરદાન માને છે, પરંતુ આ મહિલા માટે ઘણી સમસ્યાઓનું કારણ બની ગયું. કેટીએ જણાવ્યું કે તેની અસાધારણ ઊંચાઈને કારણે તેને રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પહેલુ તો એ કે તેના કદના કપડાં સામાન્ય દુકાનોમાં મળવા લગભગ અશક્ય છે.
આ સિવાય શૂઝ ખરીદવા પણ કોઈ પડકારથી ઓછું નથી. તેના માટે યોગ્ય કદના જૂતા શોધવા માટે તેને ખાસ ઓર્ડર આપવો પડે છે. મહિલાએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી તેના માટે મોટો માથાનો દુખાવો છે. તેના માટે કેબમાં બેસવાની જગ્યા ખૂબ જ સાંકડી હોય છે. તેની ઊંચાઈને કારણે તેને દર વખતે વળવું પડે છે, જેના કારણે તેની પીઠ અને ગરદનમાં દુખાવો થાય છે.
આ ઉપરાંત કોઇ પણ નાના-મોટા કામ મુશ્કેલ બની જાય છે. એક વીડિયોમાં કેટીએ તેના અંગત જીવનના પડકારો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે પોતાના માટે સારો જીવનસાથી શોધવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. લોકો તેને પસંદ કરે છે અને તેની ઊંચાઈના વખાણ કરે છે, પરંતુ જ્યારે લગ્ન અથવા તો લાંબા ગાળાના સંબંધની વાત આવે છે, તો તેઓ ખચકાટ અનુભવે છે.
View this post on Instagram
કેટીએ પોતાની અસામાન્ય ઊંચાઈ અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓને શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર @tallgirlkatie નામથી પેજ બનાવ્યુ છે, આ પેજ પર તે તેના રોજિંદા જીવનની સમસ્યાઓને મનોરંજક અને પ્રમાણિક રીતે બતાવે છે.
View this post on Instagram