તમે અભિષેક બચ્ચનને મોટા પડદા પર ભાગ્યે જ જોશો, પરંતુ તેનો અર્થ એ નથી કે તે કમાતો નથી. અભિષેકને ભારતની સૌથી મોટી બેંક એટલે કે ટોપ બેંકમાંથી દર મહિને 18 લાખ રૂપિયાની રકમ મળે છે. ચાલો જાણીએ કે તેની પાછળનું કારણ શું છે ? અભિષેક બચ્ચને છેલ્લા કેટલાક વર્ષોમાં ‘દસવી’, ‘ભોલા’, ‘ઘૂમર’ અને તાજેતરમાં આવેલી ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ જેવી ઘણી ફિલ્મો કરી છે.
અભિષેક માત્ર એક્ટર જ નથી પરંતુ પ્રોડ્યુસર પણ છે. તે ઘણા વ્યવસાયિક સાહસો અને રમતગમતની દુનિયા સાથે પણ સંકળાયેલ છે અને સ્પોર્ટ્સ ટીમમાં હિસ્સો ધરાવે છે. આ બધા સિવાય, શું તમે જાણો છો કે ભારતની સૌથી મોટી બેંક અભિષેક બચ્ચનને દર મહિને 18 લાખ રૂપિયા ચૂકવે છે… તે બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) છે, જે ભારતની લીડિંગ પબ્લિક સેક્ટરની બેંકોમાંથી એક છે.
આશરે રૂ.280 કરોડની અંદાજિત નેટવર્થ ધરાવતા અભિષેક બચ્ચને તેનો આલીશાન જૂહુ બંગલો, અમ્મુ અને વત્સના ગ્રાઉન્ડ ફ્લોરને એસબીઆઈને 15 વર્ષ માટે લીઝ પર આપ્યો છે, જેનાથી બચ્ચન પરિવારને સારી એવી રકમ મળે છે. Zapkey.com ના એક રીપોર્ટ અનુસાર, આ કરાર હેઠળ અભિષેક દર મહિને 18.9 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. જો કે, આ કરારમાં સમયાંતરે ભાડું વધારવાની યોજના પણ સામેલ છે.
ભાડું પાંચ વર્ષ પછી વધીને રૂ.23.6 લાખ અને 10 વર્ષ પછી રૂ. 29.5 લાખ રૂપિયા સુધી વધવાની ઉમ્મીદ છે. રીપોર્ટ્સ અનુસાર, એસબીઆઈએ બચ્ચન પરિવારના ઘર ‘જલસા’ની નજીક એક પ્રોપર્ટીમાં 3,150 ચોરસ ફૂટ જગ્યા લઇ રાખી છે. અભિષેકની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે એશ્વર્યા સાથે છૂટાછેડાની અફવાને લઇને ઘણો ચર્ચામાં રહ્યો. જો કે તાજેતરમાં, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પતિ-પત્ની સાથે જોવા મળતા આ અફવાઓ હાલ પૂરતી વિરામ પામી હતી.
આ કાર્યક્રમમાં ઐશ્વર્યા અને અભિષેકની સાથે અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા. અભિષેક-એશ્વર્યાના છૂટાછેડા અંગેની અટકળોએ ત્યારે જોર પકડ્યું જ્યારે સમગ્ર બચ્ચન પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એકસાથે હાજરી આપી હતી, જ્યારે ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા અલગથી પહોંચ્યા હતા. જો કે, તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ અફવાઓને નકારી કાઢી હતી.