‘દબંગ ગર્લે’નો પાવર તો જુઓ, ફોટોગ્રાફરને હાંકી કાઢ્યા! ફોટો ક્લિક કરતાં એક્ટ્રેસે મોઢું ચડાવ્યું, જુઓ
બોલિવૂડ સેલિબ્રિટીઓ લગભગ હંમેશા ખુશીથી પેપરાજીઓને પોઝ આપે છે. જો કે જ્યારે તેમનો સતત પીછો કરવામાં આવે ત્યારે તેઓ ક્યારેક હતાશ પણ થઈ જાય છે. એક્ટ્રેસ સોનાક્ષી સિંહા સાથે પણ આવું જ કંઈક બન્યું. ગયા વર્ષે ઝહીર ઇકબાલ સાથે લગ્ન બાદથી સોનાક્ષી સિંહા ચર્ચામાં છે.
તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન સોનાક્ષી પેપરાજી પર ગુસ્સે થઈ ગઈ હતી. તેના અચાનક ગુસ્સે થવાનું કારણ એ હતુ કે પેપ્સ તેનો ફોટો લેવા માટે પીછો કરી રહ્યા હતા. આ પછી તેણે પેપ્સને હાથ જોડીને વિનંતી પણ કરી. ગ્લેમશેમ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં આ નજારો જોવા મળ્યો. સોનાક્ષી મુંબઈમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી.
આ દરમિયાન તેણે ટ્યુબ ટોપ પહેર્યુ હતુ અને આ સાથે બ્લેક જેકેટ અને મેચિંગ બેગી પેન્ટ કેરી કર્યુ હતુ. આ લુકમાં તે સુંદર લાગી રહી હતી. જ્યારે તે કોઇ વ્યક્તિ સાથે વાત કરી રહી હતી, ત્યારે પેપ્સ તેનો પીછો કરતા રહ્યા. તે ખૂબ જ અસ્વસ્થ દેખાતી હતી અને હાથ જોડીને તેણે ફોટા ક્લિક કરવાનું બંધ કરવા કહ્યું.
આ પછી અભિનેત્રીએ ધીરજ ગુમાવી અને કહ્યું, ‘બસ, હવે અહીંથી જાઓ, પ્લીઝ તમે જાતા રહો.’ આ વીડિયો પર રિએક્ટ કરતા એક યુઝરે લખ્યું – તે ખૂબ જ ઓવર રિએક્ટ કરી રહી છે. જ્યારે બીજાએ લખ્યું- કોઈએ રામાયણ વિશે પૂછી લીધુ હશે. જો કે કેટલાક એક્ટ્રેસના સપોર્ટમાં આવ્યા અને કહ્યુ કે- જો તમે 24 કલાક કેમેરા લઈને તેની પાછળ રહો તો કોઈને પણ ગુસ્સો આવે. કેટલાકને તો સોનાક્ષીનો ગુસ્સો જોઈ જયા બચ્ચન યાદ આવી ગયાં.
View this post on Instagram