બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહે વર્ષ 2013માં ‘યારિયાં’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ, રકુલ પ્રિત સિંહે બોલિવૂડ ઉપરાંત સાઉથમાં પણ કામ કર્યું છે. રકુલે ઘણી હિટ ફિલ્મો આપી છે. રકુલ પ્રીત સિંહ 10 વર્ષથી હિન્દી અને સાઉથ સિનેમામાં સક્રિય છે. રકુલે અટેક, છત્રીવાલી, થેંક યુ અને ડોક્ટરજી જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું.
રકુલ પ્રીત સિંહે પોતાની કારકિર્દીમાં અક્ષય કુમાર, અજય દેવગન જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. રકુલ તેની પ્રોફેશનલ લાઇફ સિવાય પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. રકુલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો-વીડિયો શેર કરતી રહે છે.
હાલમાં પણ રકુલ તેની તસવીરોને લઇને ચર્ચામાં છે. તેણે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લશ પિંક ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી રહી છે. આ લુક સાથે તેણે એક્સેસરીઝ કેરી કરી છે. આ લુકમાં રકુલ તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે.જણાવી દઇએ કે, 10 ઓક્ટોબર 1990ના રોજ દિલ્હીના એક પંજાબી પરિવારમાં જન્મેલી રકુલે 18 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું હતુ.
અભિનેત્રીએ અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે.રકુલ અને જેકીના લગ્ન ગોવામાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. જેકી ભગનાનીએ અભિનયમાં કારકિર્દી બનાવી પરંતુ તે હીરો તરીકે નિષ્ફળ ગયો. જો કે તેનું એક પ્રોડક્શન હાઉસ છે અને તે ફિલ્મ નિર્માતા તરીકે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.