ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ડાન્સ વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા તેણે એક હોટ ફોટોશૂટ કરાવ્યુ હતુ, જે સોશિયલ મીડિયા પર ઘણુ હેડલાઇન્સમાં રહ્યુ હતુ.
ધનશ્રી વર્માએ આ ફોટોશૂટ 1 ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતુ, જેને લાખો લાઇક્સની સાથે સાથે હજારો કોમેન્ટ્સ પણ મળી હતી. ફોટોશૂટની તસવીરો શેર કરતી વખતે ધનશ્રી વર્માએ લખ્યું, તમારા શેમ્પેન ગ્લાસની જેમ ચમકતી. ધનશ્રીના આ ફોટોશૂટ પર ઘણી હસ્તીઓએ કમેન્ટ કરી હતી.
જણાવી દઇએ કે, ધનશ્રી વર્માએ થોડા સમય માટે સોશિયલ મીડિયાથી બ્રેક લીધો હતો. ધનશ્રીએ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ સીઝન 11 દરમિયાન, કોરિયોગ્રાફર પ્રતિક ઉટેકર સાથેની વાયરલ તસવીરથી શરૂ થયેલા ટ્રોલિંગના પૂર બાદ ઇન્સ્ટાગ્રામમાંથી બ્રેક લેવાના તેના નિર્ણય વિશે ખુલીને વાત કરી હતી.
તેની ગેરહાજરીને સમજાવતા ઇન્સ્ટાગ્રામ પર 6.2 મિલિયન ફોલોઅર્સ ધરાવતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધનશ્રીએ કહ્યું હતું કે, ‘હું મારા જીવનમાં ક્યારેય ટ્રોલ કે મીમ્સથી પ્રભાવિત થઈ નથી. એમાં ચોક્કસપણે ઘણી પરિપક્વતા હતી. તેને અવગણવાનો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવામાં આવ્યો હતો.
આ વખતે તેની અસર મારા પરિવાર અને મારા પ્રિયજનો પર પડી છે. બધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગણીઓ વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, એટલે તમે અમારી અને અમારા પરિવારની લાગણીઓને ભૂલી જાવ છો અને અવગણો છો. સોશિયલ મીડિયા મારા કામનો એક ભાગ છે, તેથી હું તેને છોડી શકતી નથી.
તેને આટલું નકારાત્મક ન બનાવો. હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રેમ ફેલાવો, નફરત નહીં. તમે લોકો અમારી પ્રતિભા જુઓ. તે વિશે બોલો. અંગત જીવન વિશે નહીં.’ ઉલ્લેખનીય છે કે ધનશ્રી વર્મા એક ઉત્તમ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેની પોતાની ડાન્સ કંપની પણ છે. ડાન્સર બનતા પહેલા તે ડોક્ટર બનવા માંગતી હતી.
ધનશ્રીનું બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું. તે દિવસોમાં ડાંસ માત્ર તેનો શોખ હતો. એક સારી ડાન્સર અને કોરિયોગ્રાફર હોવા ઉપરાંત તે ખૂબ જ સારી ફેશન સેન્સ પણ ધરાવે છે. ધનશ્રી ફિટનેસ ફ્રીક છે અને ફેશનની બાબતમાં પણ તે ઘણી આગળ છે.