હવે બોલિવૂડમાં હિરોઈનો બોલ્ડ સીન આપવામાં બિલકુલ શરમાતી નથી, લગભગ મોટાભાગની એક્ટ્રેસ પડદા પર ઘણા ઈન્ટીમેટ અને બોલ્ડ સીન આપતી જોવા મળે છે. બોલિવૂડની બોલ્ડ હસીનાઓમાં દીપિકા પાદુકોણ, સની લિયોન, કિયારા અડવાણી, ઇશા ગુપ્તા જેવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે સિલ્વર સ્ક્રીન પર પોતાની બોલ્ડનેસ ફેલાવી છે. પરંતુ આજે અમે તમને એક એવી હિરોઈન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 70ના દાયકામાં પોતાના બોલ્ડ પાત્રને કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
ઉત્તર પ્રદેશના અલ્હાબાદની રહેવાસી મુસ્લિમ અભિનેત્રી એક સાધારણ પરિવારની હતી. તેના પિતા ઇલેક્ટ્રિકલ સામાન વેચતા હતા, પરંતુ અભિનેત્રીની વિચારસરણી નાના શહેર જેવી ન હતી. સાંકડી શેરીઓમાંથી આવીને માયાનગરીની ટોચની અભિનેત્રી બનેલી આ અભિનેત્રીનું નામ છે રેહાના સુલતાન. નાની ઉંમરે હિન્દી સિનેમામાં મોટું નામ કમાવનાર રેહાનાએ પુણેની એક્ટિંગ સ્કૂલથી ગ્રેજ્યુએશન કર્યું હતું.
રેહાનાને તેના સમયની સૌથી બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે, કારણ કે તે સમયે અભિનેત્રીઓ સ્ક્રીન પર ટૂંકા કપડા પહેરવામાં પણ અચકાતી હતી. તે દરમિયાન રેહાનાએ સ્ક્રીન પર બોલ્ડ સીન આપીને ધૂમ મચાવી હતી.તેણે વર્ષ 1967માં વિશ્વનાથ અયંગરની ફિલ્મ ‘શાદી કી પહેલી સાલગિરહ’થી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ પછી અભિનેત્રીને ‘બી આર ઈશારા’ની ફિલ્મ ‘ચેતના’ની ઑફર મળી.
આ તે ફિલ્મ છે જે રેહાનાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. તેણે ફિલ્મ ‘ચેતના’માં સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સુપરહિટ થયા પછી જ રેહાનાને ફિલ્મ ‘દસ્તક’ મળી, જેમાં તેને તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. રેહાના સુલતાન પોતાની બોલ્ડ ઈમેજથી ખૂબ જ નારાજ થઈ ગઈ અને પછી તેણે આવી ફિલ્મો કરવાનું બંધ કરી દીધું.
આ પછી તેનું ફિલ્મી કરિયર ધીરે ધીરે ખતમ થઈ ગયુ અને તેણે ફિલ્મો કરવાનું બંધ કરી દીધું. ફિલ્મો છોડ્યા પછી રેહાનાએ તેની ફિલ્મ ચેતનાના દિગ્દર્શક બીઆર સાથે લગ્ન કર્યા, જે તેના કરતા 16 વર્ષ મોટા હતા. જો કે વર્ષ 2012માં તેમનું નિધન થયુ હતુ. રેહાના સુલતાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેની સર્જરી કરવામાં આવી છે. અભિનેત્રીના કાર્ડિક વાલ્વને બદલવામાં આવ્યો છે અને આ માટેના પૈસા ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓ દ્વારા આપવામાં આવ્યા છે. રેહાના આજે ગરીબીમાં જીવન જીવવા માટે મજબૂર છે અને તેની પાસે તેની સારવાર માટે પણ પૈસા નથી. આથી તેના ભાઈએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આર્થિક મદદ માટે અપીલ કરી હતી.