સ્કેમ 1992 માં હર્ષદ મહેતાને જેલ ભેગી કરનાર આ અભિનેત્રીએ પિન્ક બિકીનીમાં દેખાડ્યું જોરદાર ફિગર, જુઓ PHOTOS
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા ચહેરા છે જે પોતાની અદભૂત એક્ટિંગની સાથે સાથે સેક્સી ફિગર માટે પણ ફેમસ છે. આવી જ એક હસીના છે શ્રેયા ધનવંતરી. શ્રેયા ધનવંતરીએ ઘણી વેબ સિરીઝમાં તેના શાનદાર અભિનયથી ચાહકોને ખુશ કર્યા છે. ‘ધ ફેમિલી મેન’ વેબ સિરીઝમાં તે તેની ખાસ ભૂમિકા માટે જાણીતી છે,
શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં અભિનેત્રીએ પોતાની નવી સેક્સી તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. શ્રેયા ધનવંતરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં શ્રેયા બોલ્ડ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
આ દરમિયાન શ્રેયાએ પિંક બિકિની પહેરી છે અને વાળમાં રેડ ફૂલ લગાવ્યુ છે. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે શ્રેયાએ બોલ્ડનેસથી ભરપૂર તસવીરો શેર કરી હોય આ પહેલા પણ તે ફેન્સ સાથે બોલ્ડ લુક શેર કરી ચૂકી છે. જણાવી દઈએ કે 34 વર્ષિય શ્રેયા ધનવંતરીએ વર્ષ 2019માં ‘Why Cheat India’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ પહેલા તે સાઉથની ફિલ્મોમાં કામ કરતી હતી. શ્રેયા ધનવંતરીને લોકપ્રિયતા વેબ સિરીઝ ધ ફેમિલી મેનથી મળી. આ સિરીઝમાં તેની એક્ટિંગના દરેક જગ્યાએ ખૂબ વખાણ થયા હતા. ધ ફેમિલી મેન પછી શ્રેયા ધનવંતરી ઘણી વેબ સીરીઝમાં જોવા મળી ચૂકી છે જેમાં સ્કેમ 1992 અને મુંબઈ ડાયરીઝ 26/11 સામેલ છે.