...
   

આંખ મારી રાતોરાત સેંસેશન બનેલી પ્રિયા પ્રકાશ વારિયરની બોલ્ડ તસવીરો વાયરલ- હોટ ફિગર દેખાડ્યું, જુઓ એકવાર બસ

વર્ષ 2019માં પ્રિયા પ્રકાશ વોરિયરની ફિલ્મ ઓરુ અદાર લવનું ટ્રેલર રીલિઝ થયુ હતું, જે બાદ તે છવાઇ ગઇ હતી. પ્રિયા પ્રકાશ વોરિયર ફિલ્મના એક સીનમાં આંખ મારતી જોવા મળી હતી અને આ અદાએ લોકોને તેના દીવાના બનાવી દીધા હતા. આ દરમિયાન પ્રિયા રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી.

પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો-વીડિયો શેર કરતી રહે છે. ઘણીવાર પ્રિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. ત્યારે હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે સિંપલ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં પ્રિયા ડીપનેક ડ્રેસ અને બ્લેક બ્લેઝરમાં જોવા મળી રહી છે.

એક તસવીરમાં તે માથે કેપ પહેરેલી પણ જોવા મળી રહી છે. સિંપલ લુકમાં પણ પ્રિયા ગોર્જિયસ લાગી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયા છેલ્લે સમુથિરકાની દ્વારા નિર્દેશિત તેલુગુ ફિલ્મ બીઆરઓમાં જોવા મળી હતી, જેની સ્ક્રિપ્ટ ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા લખવામાં આવી હતી.

પવન કલ્યાણ અને સાંઈ ધર્મ તેજ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા, તે 2021ની તમિલ ફિલ્મ વિનોદયા સીથમની ઓફિશિયલ તેલુગુ રિમેક હતી. હાલમાં અભિનેત્રી યારિયાં 2 નામની હિન્દી ફિલ્મમાં અભિનય કરવા માટે તૈયાર છે, જેમાં દિવ્યા ખોસલા કુમાર અને મીઝાન જાફરી મુખ્ય ભૂમિકામાં છે.

Shah Jina