પિંક બિકિનીમાં મૃણાલ ઠાકુરનો બોલ્ડ અવતાર, તસવીરો જોઇ ચાહકો બોલ્યા- ‘You are so Hot’

પિંક બિકિનીમાં મૃણાલ ઠાકુરનો બોલ્ડ અવતાર આવ્યો સામે, હોટ તસવીરો ટગર ટગર જોતા જ રહી જશો, જુઓ

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૃણાલ ઠાકુરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતનાર મૃણાલ સોશિયલ મીડિયા પર પણ પોતાની સુંદરતાનો જાદુ ફેલાવતી રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં મૃણાલનો કિલર લુક જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. મૃણાલે એક પ્રિટેન્ડ શોર્ટ સાથે પિંક બિકિની ટોપ પહેર્યુ છે. આ સાથે તેણે સનગ્લાસ કેરી કર્યા છે અને તે બગીચામાં મસ્તી કરતી જોવા મળી રહી છે. મૃણાલની આ તસવીરો પર ફેન્સ ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની હોટનેસ બતાવીને ફેન્સ વચ્ચે ખૂબ જ સનસનાટી મચાવી રહી છે.

મૃણાલ અવારનવાર તેની સુંદરતા અને સેક્સી અદાઓથી ચાહકોને પ્રભાવિત કરે છે. જો કે, ઘણી વખત તેને બોડી શેમિંગ અને અશ્લીલ ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડ્યો છે. જણાવી દઇએ કે, મૃણાલે હિન્દી ફિલ્મોમાં ‘લવ સોનિયા’થી ડેબ્યૂ કર્યું હતું અને તે પહેલીવાર ‘સુપર 30’માં લીડ એક્ટ્રેસ તરીકે મોટા પડદા પર જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેણે હ્રતિક રોશન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2021માં મૃણાલ ફરહાન અખ્તર સાથે ‘તુફાન’માં જોવા મળી હતી, જ્યારે ‘ધમાકા’માં તેણે કાર્તિક આર્યન સાથે કામ કર્યું હતું. આ પછી તે ‘જર્સી’માં જોવા મળી અને આ ફિલ્મમાં તેની સાથે શાહિદ હતો.

Shah Jina