...
   

‘તેરા બાપ દેતા હૈ ક્યા ગેસ…’ રાઇડ કેન્સલ કરવા પર ભડક્યો ઓટો ડ્રાઇવર, છોકરીને માર્યો થપ્પડ- વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ મામલો બેંગલુરુનો છે જ્યાં એક ઓટો ડ્રાઈવર બે મહિલાઓ સાથે હાથાપાઇ પર ઉતરી આવ્યો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓટો રાઇડ કેન્સલ કરવા પર ગુસ્સે થયેલા ઓટો ડ્રાઈવરે મહિલાઓ સાથે દલીલ કરી અને તેમાંથી એકને થપ્પડ પણ મારી. વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને લોકો ચિંતિત છે. તેઓ આ મામલે બેંગલુરુ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

યુઝર્સ ‘ઓલા’ જેવી કંપનીઓને પણ સવાલ પૂછી રહ્યા છે કે શું તેઓ તેમના ડ્રાઇવર્સનું બેકગ્રાઉન્ડ ચેક કરે છે કે નહીં. આ વીડિયો X હેન્ડલ @gharkekalesh નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે જેની સાથે લખ્યુ- બેંગલુરુમાં બે મહિલાઓ અને ઓટો ડ્રાઇવર વચ્ચે રાઇડ કેન્સલ કરવાને લઇને થયો ક્લેશ.

રાઇડ કેન્સલકરવાને લઇને ઓટો ડ્રાઇવર ગુસ્સામાં હતો. આ વીડિયો લગભગ 2 મિનિટનો છે, જેમાં જોઈ શકાય છે કે ઓટો ડ્રાઈવર અન્ય ઓટોમાં બેઠેલી છોકરીઓ સાથે ઉંચા અવાજમાં વાત કરી રહ્યો છે. છોકરીઓ તેને પૂછે છે કે તું કેમ બૂમો પાડે છે… આના પર ઓટો ચાલક કહે છે કે તારો બાપ ગેસ આપે છે ?

આ દરમિયાન બીજી યુવતી કહે છે કે બદ્તમીઝી ન કરો, હું પોલીસ પાસે જઈશ. આના પર ઓટો ચાલક પાછળ આવે છે અને બિંદાસ કહે છે – હા જાઓ, પછી તે કહે છે કે ચલ પોલીસ પાસે… છોકરી કહે છે કે શું ખોટુ કર્યુ કેન્સલ કરી તો… તમે લોકો નથી કરતા અમારી રાઈડ કેન્સલ. દલીલ દરમિયાન ઓટો ચાલકે યુવતીને થપ્પડ મારી દીધી. આ પછી થોડો સમય ઝઘડ્યા બાદ ચૂપચાપ ઓટો ચાલક ત્યાંથી ઓટો લઇને ચાલ્યો જાય છે.

Shah Jina