વેકેશન પર ખૂબ જ હસીન અવતારમાં નજર આવી ટીવીની એક્ટ્રેસ, બિકિનીમાં દેખાડ્યું ફિગર – જુઓ PHOTOS
ટીવી શો ‘દેવો કે દેવઃ મહાદેવ’માં પાર્વતીનું પાત્ર ભજવનાર અભિનેત્રી સોનારિકા ભદોરિયા રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. સોનારિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો-વીડિયો શેર કરતી રહે છે. ટીવી એક્ટ્રેસ હાલમાં પોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. તે ઘણીવાર તેના લગ્નની સુંદર તસવીરો પણ શેર કરે છે. ત્યારે હાલમાં સોનારિકાએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન એક્ટ્રેસ બિકિનીમાં જોવા મળી રહી છે અને તેણે આ લુક સાથે વાળ ખુલ્લા રાખી વાળમાં વ્હાઇટ ફુલ કેરી કર્યુ છે. સોનારિકા ભદોરિયાના કરિયરની વાત કરીએ તો તેણે માત્ર ટીવીમાં જ કામ કર્યું નથી પરંતુ તે એક જાણીતી તેલુગુ સ્ટાર પણ છે. તેણે ‘જાદુગાડુ’, ‘સ્પીડુન્નોડુ’, ‘ઈદો રોકમ આઓ રકમ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
પર્સનલ લાઇફની વાત કરીએ તો, અભિનેત્રીએ સવાઈ માધોપુરમાં વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નના ફંક્શન પાંચ દિવસ સુધી ચાલ્યા હતા, જેમાં હલ્દી, મહેંદી, કોકટેલ વગેરે જેવા ફંક્શન સામેલ હતા. સોનારિકા અને વિકાસ પરાશરની લવ સ્ટોરી જીમમાં શરૂ થઈ હતી. વિકાસ સોનારિકાના ભાઈનો મિત્ર છે.
જીમમાં પ્રથમ મુલાકાત બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 3 ડિસેમ્બર 2022ના રોજ સોનારિકાએ તેના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે સગાઈની જાહેરાત કરી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પણ શેર કરી હતી.