...
   

નેટફ્લિક્સ પર ગદર મચાવી રહી છે આ 10 ફિલ્મો અને વેબ સીરીઝ, એક પર મચ્યો છે વિવાદ તો 1 છે મર્ડર સસ્પેેંસ-થ્રિલર

નેટફ્લિક્સની ટોપ 10 લિસ્ટ સામે આવી ચૂકી છે. આ લિસ્ટમાં ફિલ્મો અને વેબ સિરીઝની લિસ્ટ અલગ અલગ બતાવવામાં આવી છે. તો ચાલો જણાવીએ કે હાલમાં ભારતમાં કઈ ફિલ્મો અને વેબ સીરીઝ મોટાપાયે જોવામાં આવી રહી છે. આ અઠવાડિયે કઇ કઇ ફિલ્મો અને વેબ સીરીઝ ટ્રેન્ડ કરી રહી છે એ ઓફિશિયલ વેબસાઇટ પર મેકર્સે નાખી છે.

આ આંકડા 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2024 સુધીના છે. ફિલ્મો વિશે વાત કરીએ તો, તેમાં કલ્કી, ફિર આયી હસીન દિલરૂબા, ઇન્ડિયન 2, મહારાજા, ધ યુનિયન, સ્ટુડન્ટ ઑફ ધ યર 2, ધ મેગ, મહારાજ અને ઇનકમિંગનો સમાવેશ થાય છે. જે ભારત દેશની સાથે-સાથે મોરેશિયસ, નાઈજીરીયા, બહરીન, ઓમાન, પાકિસ્તાન, કતાર અને શ્રીલંકામાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મતલબ કે ‘કલ્કિ’ હાલમાં પાકિસ્તાન સહિત ઘણા પડોશી દેશોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મ કુલ 11 દેશોમાં ટોપ પર છે. હવે વેબ સિરીઝ પર આવીએ તો તેમા ટોપ પર અનુભવ સિન્હાની ‘Ix 814: ધ કંધાર હાઇજેક’ છે, જે નંબર વન વેબસિરીઝ બની રહી છે. આ સિવાય એમિલી ઇન પેરિસ સીઝન 4, ત્રિભુવન મિશ્રા સીએ ટોપર સીઝન 1, લવ નેક્સ્ટ ડોર, ધ ફ્રોગ, ધ એક્સિડેન્ટ, દિલ્હી ક્રાઈમ, મામલા લીગલ હૈ, ધ રેલવે મેન અને વર્સ્ટ એક્સ એવર જેવી વેબ સીરીઝ દેશમાં ટોપ 10માં સામેલ છે.

Shah Jina