આ એક્ટ્રેસે 8 વર્ષ નાના હિંદુ એક્ટર સાથે કર્યા લગ્ન, 40 વર્ષની ઉંમરે બની મા- પ્રેમ માટે તોડી ધર્મની દિવાલ- વર્ષો સુધી ઇન્ડસ્ટ્રી પર કર્યુ રાઝ

ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેણે ધર્મની દિવાલ તોડી અન્ય ધર્મના લોકો સાથે લગ્ન કર્યા અને આજે સુખી જીવન જીવી રહી છે. આજે અમે તમને એવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ટીવી ઈન્ડસ્ટ્રી પર વર્ષો સુધી રાજ કર્યું અને પોતાનાથી 8 વર્ષ નાના હિંદુ અભિનેતા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. એટલું જ નહીં તે સમયે બંનેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. જો કે, વર્ષો પછી આ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી જ્યારે તેણે 40 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો.

તો ચાલો જાણીએ કોણ છે આ હસીના, જેનો ચાર્મ આજે પણ બરકરાર છે. બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે ધર્મની દિવાલ તોડીને બીજા ધર્મમાં લગ્ન કર્યા અને આમાંથી જ એક છે ખૂબસુરત હસીના કિશ્વર મર્ચન્ટ. જેણે વર્ષ 1997માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને તેણે ઘણા પ્રખ્યાત ટીવી શોમાં કામ કર્યું જેમાં ‘હિપ હિપ હુરે’, ‘કાવ્યાંજલિ’, ‘કસમ સે’, ‘મિલે જબ હમ તુમ’, ‘કશ્મકશ જિંદગી કી’ અને ‘પ્યાર કી યે એક કહાની’ સામેલ છે.

આ સિવાય તે વર્ષ 2015માં રિયાલિટી શો ‘બિગ બોસ 9’માં પણ સ્પર્ધક રહી ચૂકી છે. કિશ્વર મર્ચન્ટે 2016માં પોતાનાથી 8 વર્ષ નાના હિંદુ અભિનેતા સુયશ રાય સાથે લગ્ન કર્યા છે. બંનેની પહેલી મુલાકાત ‘પ્યાર કી એક કહાની’ના સેટ પર થઈ હતી. તાજેતરમાં દેબીના બેનર્જીના શોમાં કિશ્વર મર્ચન્ટે જણાવ્યું હતુ કે કેવી રીતે તેણે તેના પરિવારને એક હિંદુ અભિનેતા સાથે લગ્ન કરવા માટે રાજી કર્યા જે તેના કરતા 8 વર્ષ નાનો છે. કિશ્વરના કહેવા પ્રમાણે, ‘ધર્મ ક્યારેય તેમના સંબંધો માટે સમસ્યા નથી બન્યો.

કિશ્વરે કહ્યું, ‘તેમના સંબંધોમાં એક જ સમસ્યા હતી અને તે હતી ઉંમર. શરૂઆતમાં સુયશની માતા પણ તેમના સંબંધોની વિરુદ્ધ હતી, પરંતુ પછી બધા રાજી થઈ ગયા. આ કપલે માર્ચ 2021માં પોતાના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ. પોતાની પ્રેગ્નેંસી વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે તેણે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કર્યું નથી, બધું અચાનક જ બન્યું હતું.

તે અને સુયશ માતા-પિતા બનવા વિશે બિલકુલ વિચારતા નહોતા. કિશ્વરે જણાવ્યું કે બંને પેટના માતા-પિતા બનીને ખૂબ જ ખુશ હતા. તે 40 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ હોવા છતાં કોઈ મુશ્કેલીઓ ન હતી અને બધું જ પરફેક્ટ હતું. સી સેક્શન દ્વારા બાળકને જન્મ આપવો એ તેનો વ્યક્તિગત નિર્ણય હતો. કિશ્વરના પુત્રનું નામ નિરવૈર છે.

કિશ્વર મર્ચન્ટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નાના પડદાની આ પ્રખ્યાત અભિનેત્રી છેલ્લે વર્ષ 2022માં ટીવી શો ‘ફના ઇશ્ક મેં મરજાવાં’માં જોવા મળી હતી. હાલમાં તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ખાસ પળો પણ શેર કરે છે. આજે પણ કિશ્વર મર્ચન્ટનો ચાર્મ અને મોહક સ્મિત એવી જ છે જેવી ચાહકોએ તેને પહેલીવાર ટીવી પર જોઇ હતી.

Shah Jina