ટીવી પર સંસ્કારી વહુ બની છવાયેલી આ એક્ટ્રેસે હવે પડદા પર આપ્યા ઇંટીમેટ સીન્સ- બહુથી બની બેબ; જુઓ તસવીરો

કનિકા માનને ઝી ટીવીના લોકપ્રિય ડેઈલી સોપ ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’થી ઘણી લોકપ્રિયતા મળી. મશહૂર ટીવી એક્ટ્રેસ કનિકા માન મોટે ભાગે ‘સંસ્કારી વહુ’ના રોલમાં જોવા મળી છે. તેણે ‘બઢો બહુ’, ‘ચાંદ જલને લગા’ જેવા શો કર્યા છે. ચાહકોને કનિકાની એક્ટિંગ અને આકર્ષક સ્ટાઇલ હંમેશા પસંદ આવી છે.

ત્યારે સંસ્કારી વહુની ભૂમિકામાં ચાહકોને પ્રભાવિત કર્યા પછી એક્ટ્રેસે ‘ખતરો કે ખિલાડી’માં સ્ટંટ કરીને પણ દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા. પરંતુ હવે કનિકા પહેલીવાર પડદા પર એટલા બોલ્ડ અવતારમાં જોવા મળી કે કદાચ પહેલા ક્યારેય નથી જોવા મળી. આ દિવસોમાં કનિકા માન સીરિઝ ‘ફ્લાઇટ એટેન્ડન્ટ’માં જોવા મળી રહી છે. તે સીરિઝમાં એર હોસ્ટેસ બની છે.

કનિકાએ આ વેબ સીરીઝમાં ખૂબ બોલ્ડ અને ઇંટીમેટ સીન્સ આપ્યા છે જેને કારણે તે ચર્ચામાં છે. ટીવી પર સંસ્કારી વહુની ભૂમિકા ભજવતી કનિકા માનને બોલ્ડ સીન્સમાં જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે. અભિનેત્રીના લુકની સાથે તેના પાત્રની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. કનિકા માનના અંગત જીવનની વાત કરીએ તો તેનો જન્મ 7 ઓક્ટોબર 1993ના રોજ હરિયાણાના પાણીપતમાં થયો હતો.

તેણે પંજાબથી અભ્યાસ પૂરો કર્યો છે અને એલએલબી કર્યા બાદ કારકિર્દી સુધારવા માટે તે પંજાબી ઉદ્યોગમાં આવી. શરૂઆતમાં તે ગીતોમાં જોવા મળી હતી અને સાથે સાથે મોડલિંગ પણ કરતી હતી. કનિકા માને વર્ષ 2017માં અભિનયની શરૂઆત કરી હતી.

તેણે પંજાબી ફિલ્મ ‘રોકી મેન્ટલ’થી શરૂઆત કરી હતી જેમાં તે ધીરજ કુમાર સાથે જોવા મળી હતી. આ પછી તે કન્નડ ફિલ્મ ‘બૃહસ્પતિ’માં જોવા મળી હતી. તેણે વર્ષ 2018માં ‘બઢો બહુ’ સાથે ટીવી સફરની શરૂઆત કરી અને હવે તે વેબ સીરીઝમાં પણ તેનું ડેબ્યુ કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Kanika Mann (@officialkanikamann)

Shah Jina